રિક્ષા-ટૅક્સીનો ભાડાવધારો 6 મહિના પાછો ઠેલવાની ડિમાન્ડ

25 February, 2021 09:05 AM IST  |  Mumbai

રિક્ષા-ટૅક્સીનો ભાડાવધારો 6 મહિના પાછો ઠેલવાની ડિમાન્ડ

ફાઈલ તસવીર

કોવિડ-19ની મહામારીને કારણે તકલીફ વેઠી રહેલા મુંબઈગરાઓ માટે ઑટો અને ટૅક્સીનાં ભાડાંમાં સરકાર દ્વારા કરાયેલો ૩ રૂપિયાનો વધારો તેમના માટે એક બોજ પુરવાર થશે એમ જણાવતાં મુંબઈ ગ્રાહક પંચાયતે ભાડાવધારાના નિર્ણયને ૬ મહિના પાછળ ઠેલવા અનુરોધ કર્યો હતો. છેલ્લા લગભગ પાંચ વર્ષથી ઑટો અને ટૅક્સીનાં ભાડાં વધારાયાં નથી એ સાચું છે એમ જણાવતાં અગ્રણી કન્ઝ્યુમર રાઇટ્સ સંઘઠનના શિરીષ દેશપાંડેએ કહ્યું હતું કે કોરોના વાઇરસની મહામારી, તેના પગલે લાગુ કરવામાં આવેલું લૉકડાઉન અને અર્થતંત્ર પર તેની અસર, રોજગાર ગુમાવવો તેમ જ તેને પગલે ગ્રાહકોની ચુકવણીક્ષમતા પરની અસર વગેરેને જોતાં હાલમાં કરવામાં આવેલો ભાડાવધારો કસમયનો તેમ જ વ્યાપક અસર કરનારો પુરવાર થશે. 

mumbai mumbai news maharashtra coronavirus covid19