અન્વય નાઈકની ફૅમિલીનો ફડણવીસ સરકાર પર તપાસને દબાવવાનો આરોપ

12 March, 2021 09:58 AM IST  |  Mumbai | Agency

અન્વય નાઈકની ફૅમિલીનો ફડણવીસ સરકાર પર તપાસને દબાવવાનો આરોપ

દેવેન્દ્ર ફડણવીસ

૨૦૧૮માં કથિત રીતે આત્મહત્યા કરનાર ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઈકના પરિવારજનોએ ગઈ કાલે અગાઉની બીજેપીની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર પર કેસની તપાસને દબાવવાનો આરોપ મૂક્યો હતો. જોકે બીજેપીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ કેસમાં પહેલાં જ પોતાનો ચુકાદો આપી દીધો છે અને અગાઉની સરકારને કેસની તપાસ દબાવવાના આરોપમાંથી મુક્ત કરી દીધી છે.
અન્વય નાઈકની પત્ની અક્ષતા અને પુત્રી અદન્યાએ મધ્ય મુંબઈમાં પ્રભાદેવી ખાતે પત્રકારો સાથે વાત કરતાં ઉપરોક્ત આક્ષેપ મૂક્યા હતા.

અદન્યાએ કહ્યું હતું કે ‘અગાઉની રાજ્ય સરકારે ૧૦૦ ટકા મારા પિતાની આત્મહત્યાના કેસને દબાવ્યો હતો અને મારું માનવું છે કે એની તપાસ થવી જ જોઈએ. એ સમયના તપાસકર્તા અધિકારીએ બળજબરીથી કેસ-ક્લોઝિંગ ફૉર્મ પર અમારી સહી લેવાની કોશિશ કરી હતી.’

devendra fadnavis mumbai mumbai news maharashtra