માર્ચ સુધી બંધ રહેશે મુંબઈ એરપોર્ટનો મેઈન રનવે, જાણો કેમ

04 November, 2019 05:49 PM IST  |  Mumbai

માર્ચ સુધી બંધ રહેશે મુંબઈ એરપોર્ટનો મેઈન રનવે, જાણો કેમ

મુંબઈ એરપોર્ટ

જો 4 નવેમ્બરથી 28 માર્ચ 2020 વચ્ચે તમે મુંબઈ એરપોર્ટ માટે ફ્લાઈટનું બુકિંગ કરાવી રાખી છે તો તમને પરેશાનીનો સામનો કરવો પડે છે. મુંબઈ એરપોર્ટના મેઈન રનવે પર રીકાર્પેટિંગનું કામ શરૂ થવા જઈ રહ્યું છે જેના કારણે તેને આંશિક રૂપથી બંધ રાખવામાં આવશે, જ્યારે રવિવાર અને કેટલાક પસંદગીના સ્થળ પર સામાન્ય આવન જાવન રહેશે.

નવેમ્બરથી લઈને 28 માર્ચ 2020 સુધી તેને સોમવાર થી શનિવાર સવારે 9.30 વાગ્યાથી લઈને સાંજે 5.30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. મુંબઈ એરપોર્ટનો આ રનવે રવિવાર અને અન્ય પસંદ કરેલા દિવસોને છોડીને 8 કલાક માટે બંધ રાખવામાં આવશે. જેમાં ક્રિસમસ અને નવા વર્ષનો સમાવેશ થાય છે. આ સિવાય જાહેર રજા અને તહેવારોને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી, 21 માર્ચ, 10 અને 25 જાન્યુઆરીના આખો દિવસ રનવે ખુલ્લો રહેશે.

મહત્વનું છે કે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ બાદ મુંબઈનું છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બીજું સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ છે. મુંબઈ ઈન્ટરનેશનલ લિમિટેડના અનુસાર ઘણા લાંબા સમય સુધી ચોમાસાના કારણે રી-કાર્પેટિંગના કામ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.

ફ્લાઈટ્સ થશે મોડી
4 નવેમ્બરથી 28 માર્ચ સુધી મેઈન રનવે બંધ રહેવાના કારણે ફ્લાઈટ્સ મોડી થઈ શકે છે. જેનાથી લોકોને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. મુંબઈમાં અનેક ક્રૉસ રનવે બનેલા છે. જો કે તેની કનેક્ટીવિટી ટેક્સી વે સાથે સારી ન હોવાથી ફ્લાઈટને આવવા જવામાં સમય લાગશે અને તે મોડી થઈ શકે છે.

આ પણ જુઓઃ અમદાવાદના આર્ટિસ્ટ ક્રિતિકાએ ક્રીએટ કરેલા હૅલોવીન લૂક છે જબરદસ્ત,જોઈને ડરી ન જતા

સૂત્રોના અનુસાર જે લોકોએ સવારે 10 વાગ્યા આસપાસ ફ્લાઈટ્સ બુક કરાવી છે તેમને વધારે વિલંબનો સામનો કરવો પડી શકે છે. મહત્વનું છે કે એરપોર્ટ પર રોજની 950 ફ્લાઈટ્સ આવે છે. મેઈન રનવેના તૂટેલા ભાગો અને ટેક્સીવે સાથ જોડાયેલા ભાગોનું સમારકામ કરવાનું છે. આ પહેલા 50 હજાર સ્કવેર મીટરમાં રીકાર્પેટિંગ કરવામાં આવ્યું હતું.

mumbai airport mumbai domestic airport