મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટૂંકમાં દોડશે

07 October, 2020 07:26 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટૂંકમાં દોડશે

મુંબઈ-અમદાવાદ વચ્ચે ૨૦૨૦ની જાન્યુઆરીમાં શરૂ થયેલી તેજસ એક્સપ્રેસ.

આઇઆરસીટીસીએ મંગળવારે જણાવ્યું હતું કે એ ટૂંક સમયમાં પૂરી તકેદારી સાથે મુંબઈ-અમદાવાદ અને દિલ્હી-લખનઉ વચ્ચે તેજસ એક્સપ્રેસ સિરીઝની ટ્રેન શરૂ કરવા માટે સજ્જ છે. સાથે જ એણે એમ પણ જણાવ્યું કે ટ્રેનના દરેક પ્રવાસીને ફેસ શીલ્ડ, માસ્ક, ગ્લવ્ઝ વગેરે ધરાવતી મેડિકલ સેફ્ટી કિટ આપવામાં આવશે. સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવા માટે આ ટ્રેનો અડધી કૅપેસિટી સાથે દોડાવાશે.

ભારતીય રેલવેએ ઑક્ટોબરના મધ્યથી મુંબઈ-અમદાવાદ અને નવી દિલ્હી-લખનઉ વચ્ચે તેજસ એક્સપ્રેસ ટ્રેનો દોડાવવાની છૂટ આપી છે. માર્ચમાં લૉકડાઉન શરૂ થયું ત્યારથી ટ્રેનો બંધ કરવામાં આવી છે.

મુંબઈ-અમદાવાદ ટ્રેનની કમર્શિયલ સર્વિસ ૧૨૦૨૦ની ૯ જાન્યુઆરીથી શરૂ થઈ હતી અને આ ટ્રેન સપ્તાહમાં ૬ દિવસ દોડતી હતી, જ્યારે ગુરુવારે મેઇન્ટેનન્સ માટે ટ્રેન-સર્વિસ બંધ રખાતી હતી.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે રેલવે બોર્ડે મધ્ય ઑક્ટોબરથી ટ્રેનની કામગીરી શરૂ કરવાની પરવાનગી આપી હોવા છતાં હજી સુધી તારીખ નક્કી થઈ નથી. ઉપરાંત ટ્રેનમાં સફર કરવા ઇચ્છતા તમામ લોકોના મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતુ ઍપ હોવી ફરજિયાત રહેશે. સાથે જ પ્રવાસીઓએ રેલવે-સ્ટેશન પર થર્મલ ચેકઅપ કરાવવા માટે વહેલા પહોંચવાનું રહેશે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોવિડ-19ની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરીને અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે અડધી ક્ષમતા સાથે એ ટ્રેન દોડાવાશે. સફરની શરૂઆત અગાઉ અને સફર પૂરી થયા બાદ સમગ્ર ટ્રેનને સૅનિટાઇઝ કરવામાં આવશે.

mumbai mumbai news ahmedabad rajendra aklekar