તેજસ એક્સપ્રેસ પહેલા દિવસે પૅસેન્જરોની પૂર્ણ ક્ષમતા સાથે દોડી

15 February, 2021 10:11 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

તેજસ એક્સપ્રેસ પહેલા દિવસે પૅસેન્જરોની પૂર્ણ ક્ષમતા સાથે દોડી

ફાઈલ તસવીર

કોવિડ-૧૯ પ્રોટોકૉલનું પાલન કરવા સાથે મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ગઈ કાલથી લગભગ એની પૂર્ણ ક્ષમતાએ દોડાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ ટ્રેન શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર એમ અઠવાડિયાના ચાર દિવસ દોડાવવામાં આવશે તથા અંધેરી, બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર રોકાણ કરશે. ટ્રેન એના બન્ને દિશાના પ્રવાસમાં મળીને અંદાજે ૧૬૦૦ મુસાફરોનું વહન કરશે. જોકે આઇઆરસીટીસીના પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મૅનેજર રાહુલ હિમાલિયને ટ્રેનમાં કોવિડ-૧૯ પ્રોટોકૉલ વિશે પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે ઍરકન્ડિશન્ડ ટ્રેનમાં આ રીતે પૂર્ણ ક્ષમતાએ મુસાફરોને લઈ જવા જોખમી નથી.

mumbai mumbai news ahmedabad rajendra aklekar