કાંદા પછી ટમેટાં પણ થયાં મોંઘાં

11 October, 2019 11:36 AM IST  |  મુંબઈ

કાંદા પછી ટમેટાં પણ થયાં મોંઘાં

ટમેટાં

મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં ટમેટાંની આવકમાં લગભગ ૫૦ ટકાનો ઘટાડો થયો છે. હોલસેલ માર્કેટમાં ટમેટાં ૨૫થી ૪૪ રૂપિયે કિલોના ભાવે વેચાય છે, જ્યારે છૂટક બજારમાં ટમેટાંના ભાવ ૮૦ રૂપિયે કિલો બોલાય છે.

મુંબઈમાં આખા વર્ષ દરમ્યાન બજારમાં જોવા મળતાં શાકભાજીમાં ટમેટાંનો પણ સમાવેશ થાય છે. ગયા અઠવાડિયે બજાર સમિતિમાં રોજના ૩૫૦ ટન ટમેટાંની આવક થતી હતી તથા હોલસેલ માર્કેટમાં પ્રતિ કિલો ૨૫થી ૩૮ની કિંમતે ટમેટાંનું વેચાણ થતું હતું. બુધવારે આવક અડધોઅડધ ઘટીને ૧૭૦ ટનની થતાં ટમેટાંના ભાવ વધીને ૨૫થી ૪૪ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા હતા.

આ પણ વાંચો: રેલવે-ટ્રૅક પર જીવના જોખમે પીછો કરીને કૉન્સ્ટેબલે ફટકા ગૅન્ગના સભ્યને પકડ્યો

છૂટક બજારમાં આ જ ટમેટાં પ્રતિ કિલો ૮૦ રૂપિયાના ભાવે વેચાય છે. જો આવકમાં હજી ઘટાડો થશે તો ભાવ આથી પણ વધારે વધવાની શક્યતા છે.

mumbai mumbai news