રેલવે-ટ્રૅક પર જીવના જોખમે પીછો કરીને કૉન્સ્ટેબલે ફટકા ગૅન્ગના સભ્યને પકડ્યો

Published: Oct 11, 2019, 11:24 IST | દિવાકર શર્મા | મુંબઈ

અતિવ્યસ્ત રેલવે-ટ્રૅક પર જીવના જોખમે લગભગ ૫૦૦ મીટર સુધી પીછો કર્યા બાદ વડાલા રેલવે પોલીસે ગઈ કાલે સવારે ફટકા ગૅન્ગના ૨૪ વર્ષના એક સભ્યની ધરપકડ કરી હતી.

કોન્સ્ટેબલ
કોન્સ્ટેબલ

અતિવ્યસ્ત રેલવે-ટ્રૅક પર જીવના જોખમે લગભગ ૫૦૦ મીટર સુધી પીછો કર્યા બાદ વડાલા રેલવે પોલીસે ગઈ કાલે સવારે ફટકા ગૅન્ગના ૨૪ વર્ષના એક સભ્યની ધરપકડ કરી હતી. આરોપી ઇમરાન શેખ ઉર્ફે ઍમો ઍન્ટૉપ હિલમાં રહે છે અને તેણે શિવડી અને કૉટનગ્રીન સ્ટેશન વચ્ચેના થાંભલા પાછળ સંતાઈને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલી બે મહિલાઓ શુભાંગી વાંગુલે અને વિશાખા પંડિતના ફોન ફટકા મારીને આંચકી લીધા હતા.

૨૧ વર્ષની શુભાંગી વાંગુલે સાંજે સીએસએમટીથી બાંદરા તરફ જઈ રહી હતી ત્યારે શિવડી અને કૉટનગ્રીન પર કોઈક વ્યક્તિએ તેના હાથ પર ફટકો મારીને મોબાઇલ આંચકી લીધો હતો. શિવરી સ્ટેશન પર ફરજ પર હાજર જીઆરપી કૉન્સ્ટેબલ સયાલુ ઇર્લાવરે આખી ઘટના સાંભળીને ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં ઍમો થાંભલા વચ્ચે છુપાઈને બેઠો હતો. જોકે પોલીસને જોઈને તે ત્યાંથી નાસવા માંડ્યો હતો, પરંતુ કૉન્સ્ટેબલને તેની બૉડી-લૅન્ગ્વેજ બરાબર યાદ રહી ગઈ હતી. ગઈ કાલે સવારે એવી જ બૉડી-લૅન્ગ્વેજ ધરાવતા યુવકને જોઈને જીઆરપી કૉન્સ્ટેબલે તેનો પીછો કર્યો અને લગભગ ૫૦૦ મીટર જેટલું અંતર નાટ્યાત્મક રીતે પીછો કર્યા બાદ તેને પકડી પાડ્યો હતો.

આ પણ વાંચો : મહિલા ડૉક્ટરનું સ્કૂટર ખાડામાં ફસાયું, પાછળથી ટ્રકે ટક્કર મારતાં મોત

અન્ય મહિલા વિશાખાનો ફોન ઍમો જે સ્થળે છુપાઈને બેઠો હતો એ જ સ્થળે ઝાડીની વચ્ચેથી કૉન્સ્ટેબલે શોધી કાઢ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK