થૅન્ક યુ મિડ-ડે:એક મેસેજથી CM તરફથી 15 મિનિટમાં પારેખ પરિવારને રાહત મળી

24 March, 2019 07:57 AM IST  |  મુંબઈ | રોહિત પરીખ

થૅન્ક યુ મિડ-ડે:એક મેસેજથી CM તરફથી 15 મિનિટમાં પારેખ પરિવારને રાહત મળી

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દિલીપ પરીખ

સામાન્ય સંજોગોમાં લોકોને એવો અનુભવ થતો હોય છે કે ચીફ મિનિસ્ટરને અનેક પત્રો લખવા છતાં એના જવાબ માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હોય છે. જોકે ગઈ કાલે

‘મિડ-ડે’ના એક જ મેસેજથી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે પંદર જ મિનિટમાં ગુરુવાર, ૧૪ માર્ચે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસેની ફુટઓવર બ્રિજની દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ઘાટકોપર (ઈસ્ટ)ના સાંઈ સિદ્ધિ અપાર્ટમેન્ટમાં રહેતા સિનિયર સિટિઝન દિલીપ પારેખના પરિવારની વહારે આવીને આ પરિવારને હૉસ્પિટલના બિલના ટેન્શનમાંથી મુક્ત કરી દીધો હતો.

દિલીપ પારેખ ૧૪ માર્ચે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના ફુટઓવર બ્રિજ પરથી કાલબાદેવી જઈ રહ્યા હતા. અચાનક આ બ્રિજ તૂટી પડતાં બ્રિજની સાથે ૬૫ વર્ષના દિલીપ પારેખ પણ નીચે રોડ પર આવી ગયા હતા. તેમના હાથ અને પગમાં ગંભીર ઈજા થઈ હતી. તેમને કણસતા જોઈને એક ટૅક્સી-ડ્રાઇવર દિલીપ પારેખને બૉમ્બે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી આવ્યો હતો. બૉમ્બે હૉસ્પિટલના ડૉક્ટરોએ કોઈ પણ જાતની પૂછપરછ કે ઍડ્વાન્સ ફીની માગણી કર્યા વગર જ દિલીપ પારેખની સારવાર શરૂ કરી દીધી હતી. જોકે ૨૧ માર્ચે તેમના પગના ઑપરેશન બાદ હૉસ્પિટલ તરફથી ૩,૨૨,૦૦૦ રૂપિયાનું બિલ દિલીપભાઈના પરિવાર સામે હૉસ્પિટલના અકાઉન્ટ્સ વિભાગે રજૂ કરીને તેમની પાસે પાર્ટ પેમેન્ટની માગણી કરી હતી. આટલી મોટી રકમની માગણીથી આર્થિક રીતે નબળો પારેખ પરિવાર ફફડી ગયો હતો.

અમે તરત જ હૉસ્પિટલના ઊંચા હોદ્દા પર બેઠેલા ડૉક્ટરો પાસે દોડાદોડી શરૂ કરી હતી તેમ જ ‘મિડ-ડે’ને ફોન કરીને અમારી મૂંઝવણની માહિતી આપી હતી એમ જણાવીને દિલીપ પારેખના સાઢુભાઈ અને ઘાટકોપરના સામાજિક કાર્યકર કમલેશ કપાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી દોડાદોડીની સાથે ‘મિડ-ડે’એ અમારા પર અચાનક આવી પડેલા બિલના ટેન્શનમાં રાહત અપાવવા માટે પોતાનાં ચક્રો ગતિમાન કયાર઼્ હતાં. અમારી મૂંઝવણનું કારણ એ પણ હતું કે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટનાના કલાકોમાં જ જાહેરાત કરી હતી કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારને પાંચ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત પામેલાને પચાસ હજાર રૂપિયા અને હૉસ્પિટલની સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર અને ગ્પ્ઘ્ કરશે. આ સંજોગોમાં અચાનક હૉસ્પિટલનું બિલ ૩,૨૨,૦૦૦ રૂપિયા આવી જતાં અમે ધþૂજી ગયા હતા. એમાં કોઈ શંકા નહોતી કે હૉસ્પિટલે આ બિલ રજૂ કરતાં પહેલાં દિલીપ પારેખના એક પગના મલ્ટિપલ ફ્રૅક્ચરની સર્જરી અમારી પાસે એક રૂપિયો પણ માગ્યા વગર કરી દીધી હતી.’

હૉસ્પિટલની આટલી મોટી મદદ છતાં ૨૧ માર્ચે અમારી પાસે ૩,૨૨,૦૦૦ રૂપિયાનું બિલ આવવાથી અમારી ઊંઘ હરામ થઈ ગઈ હતી એમ જણાવીને દિલીપ પારેખના પરિવારના જયેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે શુક્રવાર રાત સુધી અલગ-અલગ ડિપાર્ટમેન્ટના ડૉક્ટરોનો સંપર્ક કયોર્ હતો. સૌએ અમને કહ્યું હતું કે પૈસાની ચિંતા ન કરો, તમારા પેશન્ટનું ધ્યાન રાખો. આમ છતાં અમને ફફડાટ હતો. ગઈ કાલે તેમના હાથનું ઑપરેશન પણ હૉસ્પિટલે એક પણ રૂપિયાની માગણી વગર શરૂ કર્યું હતું. આમ છતાં અમને અચાનક હૉસ્પિટલ છ-સાત લાખ રૂપિયાની માગણી કરે તો કેવી રીતે આપીશું એની ચિંતા હતી. અમને હૉસ્પિટલના ડૉક્ટર સાગરે સાંત્વન આપતાં કહ્યું હતું કે તમે કલેક્ટરના સર્ટિફિકેટ સાથે દિલીપ પારેખનું આધાર કાર્ડ અને પૅન કાર્ડ સબમિટ કરી દેજો, અમે તમારું બિલ માફ કરવાના પૂરતા પ્રયાસો કરીશું. જોકે અમને વિશ્વાસ બેસતો નહોતો. આથી અમે ફરીથી આ બાબતમાં અમને મદદ કરવા માટે ‘મિડ-ડે’ને ફોન કર્યા હતો.’

અમારા ફોનના થોડા જ કલાકોમાં ‘મિડ-ડે’એ અમને દેવેન્દ્ર ફડણવીસને કરેલા મેસેજને ફૉર્વર્ડ કરીને શાંતિ રાખવા કહ્યું હતું એમ જણાવીને જયેશ શાહે કહ્યું હતું કે ‘અમને ‘મિડ-ડે’એ દર બીજી ક્ષણે જે કાર્યવાહી થતી હતી એના મેસેજ મોકલ્યા હતા. અમારા આર્ય વચ્ચે દેવેન્દ્ર ફડણવીસને મોકલેલા મેસેજની પંદર મિનિટમાં જ અમને ‘મિડ-ડે’એ મહારાષ્ટ્રના મિનિસ્ટર ગિરીશ મહાજને હૉસ્પિટલ સાથે અમારા બિલ માટે વાત કરી લીધી હોવાના સમાચારનો મેસેજ મોકલ્યો હતો.’

આ પહેલાં દેવેન્દ્ર ફડણવીસના ઑન સ્પેશ્યલ ડ્યુટી અધિકારી કેતન પાઠકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે પરિવારને કહેજો કે સહેજ પણ ચિંતા કરે નહીં. ‘મિડ-ડે’એ આ મેસેજ પણ પારેખ પરિવારને આપી દીધો હતો. આમ છતાં આ પરિવાર ટેન્શનમાં હતો. જોકે જેવા તેમને ગિરીશ મહાજનના ફોનના મેસેજ મYયા કે તરત જ પરિવાર આનંદમાં આવી ગયો હતો.

આ પણ વાંચોઃ મુંબઈ: CSMTનો બ્રિજ તૂટ્યા પછી બ્રિજનું ઇન્સ્પેક્શન શરૂ કરવામાં આવ્યું

અમારા પરિવારને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે ચીફ મિનિસ્ટર જવાબ આપશે એમ જણાવીને કમલેશ કપાસીએ કહ્યું હતું કે ‘અમે ‘મિડ-ડે’ના ખૂબ જ આભારી છીએ જેમના એક જ મેસેજનો દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપ્યો. એટલું જ નહીં, આજ સુધી આવા ચીફ મિનિસ્ટર પણ જોયા નથી જેમણે મેસેજની પંદર મિનિટમાં જ હૉસ્પિટલના મૅનેજમેન્ટ સાથે વાત કરીને અમને આટલી મોટી રાહત આપી. અમે દેવેન્દ્ર ફડણવીસ અને ‘મિડ-ડે’ના ખૂબ જ આભારી છીએ.’

mumbai news