રાજ્યમાં સૌથી વધારે બૂસ્ટર ડૉઝ આપનાર શહેર બન્યું મુંબઈ

11 January, 2022 05:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશમાં વરિષ્ઠ નાગરિકો, સ્વાસ્થ્ય કાર્યકર્તા અને ફ્રન્ટ લાઈન વર્કરને બૂસ્ટર ડૉઝ આપવાના અભિયાન તરીકે આ ખબર પડી છે કે 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી માત્ર 10,698 લોકોએ પોતાનો પહેલો ડૉઝ લીધો.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં વરિષ્ઠ નાગરિકો, સ્વાસ્થ્ય કાર્યકર્તા અને ફ્રન્ટ લાઈન વર્કરને બૂસ્ટર ડૉઝ આપવાના અભિયાન તરીકે આ ખબર પડી છે કે 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી માત્ર 10,698 લોકોએ પોતાનો પહેલો ડૉઝ લીધો.

કુલ 5,249 સ્વાસ્થ્ય કાર્યકર્તા, 1823 ફ્રન્ટલાઈન કાર્યકર્તા અને 3,626 વરિષ્ઠ નાગરિકો હતા. બૃહ્ન્મુંબઈ નગર નિગમ (BMC) દ્વારા સામે આવેલા આંકડાઓ પ્રમાણે 1.82 લાખ લોકો બૂસ્ટર ડૉઝ માટે એલિજિબલ છે. મુંબઈએ રાજ્યમાં સૌથી વધારે બૂસ્ટર 10,698 પ્રશાસિત કર્યા, ત્યાર બાદ પુણે (6,638) અને થાણે (4,692) કર્યા છે.

મહારાષ્ટ્રએ સોમવારે, 10 જાન્યુઆરીના સ્વાસ્થ્ય દેખરેખ કર્મચારીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને 49,307 બૂસ્ટર ડૉઝ આપ્યા. બૂસ્ટર ડૉઝ તે નાગરિકો માટે અવેલેબલ છે, જેમને 39 અઠવાડિયા કે નવ મહિના પહેલા પોતાનો બીજો ડૉઝ લીધો હતો.

આ દરમિયાન નવી મુંબઇમાં 621 લોકોને બૂસ્ટર ડૉઝ આપવામાં આવ્યો છે. નવી મુંબઈ નગર નિગમ (NMMC)એ બધા 23 પ્રાથમિક નાગરિક સ્વાસ્થ્ય કેન્દ્રની સાથે-સાથે વાશી, નેરળ અને એરોલીમાં NMMCના સામાન્ય હૉસ્પિટલમાં અને તુર્ભેમાં માતૃ તેમજ બાળ હૉસ્પિટલમાં વેક્સિનેશન અભિયાનનું આયોજન કર્યું હતું. તેમાંથી, 299 સ્વાસ્થ્ય દેખરેખ કાર્યકર્તા હતા, 206 ફ્રન્ટ લાઇન વર્કર હતા અને 116 લાભાર્થી 60 વર્ષથી વધારેની ઉંમરના નાગરિક હતા.

Mumbai mumbai news coronavirus covid19 covid vaccine maharashtra