ડોમ્બિવલીનાં ગૃહિણી શાક લેવા ગયા બાદ રહસ્યમય રીતે ગાયબ

14 October, 2019 12:57 PM IST  |  મુંબઈ

ડોમ્બિવલીનાં ગૃહિણી શાક લેવા ગયા બાદ રહસ્યમય રીતે ગાયબ

ડોમ્બિવલીના ગૃહિણી થયા ગાયબ

ડો‌મ્બિવલીમાં રામનગર‌ વિસ્તારમાં રહેતી ૪૬ વર્ષની ગુજરાતી બ્રાહ્મણ ગૃહિણીનો ત્રણ દિવસ પહેલાં શાક લેવા ઘરની બહાર નીકળ્યા બાદ પત્તો નથી લાગી રહ્યો. બપોરે દીકરાને જમવાનું આપ્યા પછી પાંચેક વાગ્યે સાસુ-સસરા સાથે ચી પીધા બાદ ઘરેથી નીકળ્યાં પછી તેના કોઈ સગડ ન મળતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. તેઓ રામનગર પોલીસ સ્ટેશનમાં મીસિંગની ફરિયાદ કરવાની સાથે તમામ સગાંસંબંધી અને મિત્રવર્તુળમાં દિવસ-રાત તપાસ કરી રહ્યા છે.
ડોમ્બિવલીના રામનગર વિસ્તારમાં શિવમંદિર રોડ પરની સોસાયટીમાં ૪૬ વર્ષનાં કવિતા વિપુલ પંડ્યા પતિ, સાસુ-સસરા અને પુત્ર સાથે રહે છે. તે

સામાન્ય રીતે અડધો કલાકમાં શાક લઈને કવિતા પંડ્યા ઘરે પાછાં આવી જતાં, પણ તે દિવસે તેઓ મોડે સુધી ઘરે ન પહોંચતાં બધા તેમને શોધવા માટે નીકળ્યા હતા. કોઈ જગ્યાએ પત્તો ન લાગતાં બધાએ તમામ સગાંસંબંધીઓ અને મિત્રવર્તુળમાં પૂછપરછ કરી હતી. જો કે કવિતા કોઈના ઘરે કે બીજે કોઈ સ્થળે ન ગયાં હોવાનું જણાઈ આવેલું.

આખી રાત અને બીજા દિવસે સવાર સુધી કવિતાના કોઈ સગડ ન મળતાં તેમના મસાલા વેચવાનું કામકાજ કરતાં પતિ વિમલ પંડ્યાએ રામનગર પોલીસ સ્ટેશનમાં મીસિંગની ફરિયાદ નોંધાવી હતી. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કવિતા એકદમ સરળ સ્વભાવની સામાન્ય ગૃહિણી છે. કોઈ સાથે ઝઘડો કે બીજી કોઈ વસ્તુ ન બની હોવા છતાં તે શું કામ જતી રહી છે એ અમને નથી સમજાતું. તેના ગાયબ થવા પાછળ કોઈનો હાથ હોવાની શક્યતા પણ નકારી ન શકાય.’

આ પણ જુઓઃ એન્કરથી એક્ટર સુધી...જાણો મોન્ટુની બિટ્ટુ ફેમ બંસી રાજપૂતની સફરને...

રામનગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે કવિતા વિપુલ પંડ્યા નામની મહિલાની મીસિંગની ફરિયાદ ૧૧ ઑક્ટોબરે નોંધી હતી. આવા મામલામાં જે રીતની તપાસ થતી હોય એ અમે શરૂ કરી દીધી છે.’

mumbai dombivli