પત્નીને ખુશ રાખવા સિરિયલનો રાઈટર બન્યો નકલી નોટ છાપવાનો કારીગર

20 March, 2019 12:45 PM IST  |  મુંબઈ | જયેશ શાહ

પત્નીને ખુશ રાખવા સિરિયલનો રાઈટર બન્યો નકલી નોટ છાપવાનો કારીગર

ફાઈલ ફોટો

મુંબઈ પોલીસે એક સ્ક્રિપ્ટ-રાઇટરને નકલી નોટ છાપવા તેમ જ ૧૫ લાખ રૂપિયા બજારમાં ફરતા કરવાના આરોપસર ઝડપી લીધો છે. આરોપીની પૂછપરછમાં તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે તેને બે પત્ની છે, જેનું ગુજરાન ચલાવવા અને તેઓને ખુશ રાખવા માટે તેને આ કિમીયો અજમાવ્યો હતો.

મુંબઈના બોરીવલીમાં SV રોડ પર પોલીસે ૩૭ વર્ષના દેવકુમાર પટેલને રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપી શકમદ રીતે બૅગ લઈને ફરી રહ્યો હતો. એ સમયે તેની બૅગની તલાશી લેવામાં આવતાં એમાંથી નકલી નોટ મળી આવી હતી. આરોપી પટેલ અનેક ટીવી સિરિયલની સ્ક્રિપ્ટ લખી ચૂક્યો છે જેમાં ‘ઈશ્વર એક અપરાધ’ પણ સામેલ છે.

પોલીસે આરોપીના નાલાસોપારાના ઘરમાં પણ તપાસ કરી હતી જ્યાંથી પાંચ લાખ રૂપિયાની નકલી નોટ મળી આવી હતી જેમાં બે હજાર, પાંચસો અને બસ્સો રૂપિયાની નકલી નોટ હતી. સિનિયર પોલીસ અધિકારી મહેશ દેસાઈએ જણાવ્યું હતું કે ‘આરોપીના ઘરમાંથી એક કમ્પ્યુટર, સ્કેનર અને પ્રિન્ટર પણ જપ્ત કર્યું હતું જેના વડે તે નકલી નોટ બનાવવાનું અને છાપવાનું કામ કરતો હતો. પૂછપરછ દરમ્યાન આરોપીએ સ્વીકાર કર્યો હતો કે સ્ક્રિપ્ટ-રાઇટર તરીકે તે વધુ કમાઈ શકતો નહોતો.’

આ પણ વાંચો : ચીની માલની હોળી કરવાના વેપારીઓના નિર્ધાર પર પોલીસે રેડ્યું ઠંડું પાણી

દેસાઈએ વધુમાં ઉમેર્યું હતું કે ‘શહેરોમાં નકલી નોટ ઘુસાડવી આસન નહીં હોવાથી મધ્ય પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં આ નકલી નોટોને ઘુસાડવામાં આવતી હતી.’

mumbai news Crime News mumbai crime news mumbai police