જળાશયોમાં એક જ દિવસમાં ૨૨ દિવસ ચાલે એટલું નવું પાણી આવ્યું

13 July, 2019 10:17 AM IST  |  મુંબઈ

જળાશયોમાં એક જ દિવસમાં ૨૨ દિવસ ચાલે એટલું નવું પાણી આવ્યું

જળાશયોમાં 22 દિવસ જેટલું પાણી

(મિડ-ડે પ્રતિનિધિ) મુંબઈમાં ભલે વરસાદે વિરામ લીધો છે, પણ શહેરને પાણી પૂરું પાડતાં સાતેય જળાશયોમાં સારોએવો વરસાદ પડવાથી પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુરુવારે સવારે ૬ વાગ્યાથી શુક્રવારે સવારે ૬ વાગ્યા દરમ્યાન ૨૪ કલાકમાં ૮૮,૦૯૦ એમએલડી નવું પાણી જળાશયોમાં ઉમેરાયું છે. આ પાણી મુંબઈને ૨૨ દિવસ ચાલે એટલું છે. આ સાથે જ શહેરની વર્ષ દરમ્યાનની કુલ પાણીની જરૂરિયાત સામે અત્યાર સુધી ૪૩.૯૨ ટકા પાણી જમા થયું છે.

મુંબઈ શહેરને પાણી પૂરું પાડતાં સાત તળાવમાંથી તુલસીમાં ૨૪ કલાકમાં ૪, મોડકસાગરમાં સાડાત્રણ, તાનસામાં અઢી તથા મિડલ વૈતરણામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. બાકીનાં જળાશયોમાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ-ગાંધીનગર પાસે આવેલી આ જગ્યાઓ તમે જોઈ?

જોકે જળાશયોની આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડતાં મિડલ વૈતરણામાં પાણીની સપાટીમાં ૪.૩૦ મીટરનો તો ભાત્સામાં ૨.૩૬ મીટરનો વધારો નોંધાયો હતો. આ સાથે તમામ જળાશયોમાં ૨૦૧૮માં ૧૨ જૂલાઈ સુધી જમા થયેલા ૬,૩૬,૮૯૬ એમએલડી પાણી જેટલું જ ૬,૩૬,૬૫૯ એમએલડી પાણી અત્યારે જમા થયું છે.

mumbai rains