તેમણે કહ્યું, હું સુંદર નથી, જુઓ આજે હું ક્યાં ઊભી છું : સુસ્મિતા સિંહ

01 June, 2019 08:52 AM IST  |  મુંબઈ | અનામિકા ઘરાત

તેમણે કહ્યું, હું સુંદર નથી, જુઓ આજે હું ક્યાં ઊભી છું : સુસ્મિતા સિંહ

સુસ્મિતા સિંહ

સ્કૂલમાં ભણતી વખતે સુંદર ન ગણાતી સુસ્મિતા સિંહે ચાર વર્ષ મહેનત કરી પોતાની જાતને તૈયાર કરી ૧૭ મેએ ‘મિસ ટીન વર્લ્ડ’નો અવૉર્ડ જીત્યો હતો. ‘મિસ ટીન વર્લ્ડ’નો અવૉર્ડ જીતનારી કલ્યાણની માસ મીડિયાની સ્ટુડન્ટ સુસ્મિતા પ્રથમ ભારતીય અને એશિયન છે. આ સ્પર્ધામાં ડોમિનિકન રિપબ્લિક અને પનામા રનર્સ અપ રહ્યાં હતાં. ગયા વર્ષની ‘મિસ ટીન વર્લ્ડ’ ડોમિનિકન એંગીવેટ્ટે ટોરિબીઓએ સુસ્મિતાને તાજ પહેરાવ્યો હતો.

 ‘મિસ ટીન વર્લ્ડ’ના અવૉર્ડ માટે જ્યુરી છોકરીના વર્તન, બુદ્ધિમત્તા, સંવાદની કળા, ફેશન, ફિટનેસ અને ગ્લેમરના આધારે વિજેતાની પસંદગી કરે છે એમ જણાવતાં સુસ્મિતાએ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં વધુમાં ઉમેર્યું હતું કે આઠ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં અમે જાહેર પરેડ કરી, સ્પોન્સર્ડ પ્રવૃત્તિઓ કરી, મેયરને મળ્યાં, નવાં-નવાં સ્થળો જોયાં, ફોટો પાડ્યા તથા ચૅરિટી વર્ક પણ કર્યાં હતાં.

આ પણ વાંચો : આદિત્ય પંચોલીએ બૉલીવુડની ઍક્ટ્રેસ અને તેના વકીલ સામે ફરિયાદ નોંધાવી

અવૉર્ડ જીતશો તો વિશ્વને કેવી રીતે સેવા આપવા વિચાર્યું છે એ પ્રશ્નના ઉત્તરમાં સુસ્મિતાએ કહ્યું હતું કે ‘મને સ્કૂલ ડેઝમાં જ કહેવામાં આવ્યું હતું કે હું સુંદર નથી અને આજે જુઓ હું ક્યાં ઊભી છું. હું એ તમામ છોકરીઓ માટે પ્રેરણાનું સ્રોત બનવા માગું છું જેઓ સ્વપ્ન તો જુએ છે પણ એને પૂરાં કરવાની હિંમત નથી બતાવી શકતી.’ સુસ્મિતાના આ જ જવાબે તેને ‘મિસ ટીન વર્લ્ડ’નો અવૉર્ડ જિતાડ્યો હતો.

mumbai news mumbai