આદિત્ય પંચોલીએ બૉલીવુડની ઍક્ટ્રેસ અને તેના વકીલ સામે ફરિયાદ નોંધાવી

Updated: Mar 02, 2020, 18:29 IST | ફૈઝાન ખાન

બળાત્કારનો ખોટો કેસ કરવાની આશંકાથી અભિનેતા આદિત્ય પંચોલીએ બૉલીવુડની ઍક્ટ્રેસ, એની બહેન અને એના વકીલ સામે નવી ફરિયાદ ૩૦ મેએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

આદિત્ય પંચોલી
આદિત્ય પંચોલી

બળાત્કારનો ખોટો કેસ કરવાની આશંકાથી અભિનેતા આદિત્ય પંચોલીએ બૉલીવુડની ઍક્ટ્રેસ, એની બહેન અને એના વકીલ સામે નવી ફરિયાદ ૩૦ મેએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આદિત્યે જણાવ્યું હતું કે એની આગલી ફરિયાદ પર પોલીસે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. વર્સોવા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબતની ફરિયાદ અમને અગાઉ પણ મળી છે અને અમે તપાસ કરી રહ્યા છીએ.

આદિત્ય પંચોલીએ જણાવ્યું હતું કે ‘ઍક્ટ્રેસ તરફથી બળાત્કારના કેસની ધમકી આપતી એના વકીલની વાતચીતનો વિડિયો લેખિત ફરિયાદની સાથે મેં વર્સોવા પોલીસ સ્ટેશનને સુપરત કર્યો છે. મેં રેકૉર્ડ કરેલા વિડિયોને આધારે પોલીસે એ લોકોની સામે કોઈ પગલાં લીધાં નહીં, બળાત્કારનો ખોટો કેસ કરવાનો ભય મને અને મારા પરિવારને સતાવે છે. એ કારણે મેં નવી લેખિત ફરિયાદ દ્વારા પોલીસને એ બાબત યાદ કરાવી છે. મેં એ વિડિયો પણ ફરી વખત યુએસબી ડ્રાઇવમાં સુપરત કર્યો છે. એ વિડિયોમાં મારી અને મારા પરિવારની વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવતું હોવાનું સ્પષ્ટ થાય છે.’

આદિત્ય પંચોલીએ ચાર પાનાંની ફરિયાદમાં જણાવ્યું છે કે ‘ઉક્ત ઍક્ટ્રેસ અને એની બહેને એમના વકીલ દ્વારા હું અંધેરી મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલતું ક્રિમિનલ ડીફેમેશન પ્રોસિડિંગ પાછું ન ખેંચું તો બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી છે. એમના વકીલ મને છઠ્ઠી જાન્યુઆરીએ મારા ઘરે પત્નીની હાજરીમાં મળ્યા હતા. એ વખતે મેં સદ્બુદ્ધિથી સ્ટિંગ ઑપરેશન કરીને વકીલ સાથે અમારી આખી વાતચીત રેકૉર્ડ કરી લીધી હતી. આ જબ્બર મોટું  મી-ટૂ છે.

આ પણ વાંચો : મુંબઈમાં ચોમાસું એક અઠવાડિયું મોડું બેસવાની શક્યતા

મારી સામે બનાવટી રેપ કેસ ફાઇલ કરવાનું કાવતરું ઘડવામાં આવતું હોવાનું વકીલ સાથેની વાતચીતમાં સ્પષ્ટ સમજાય છે. આ સંજોગોમાં ઉક્ત ઍક્ટ્રેસ, એની બહેન અને એના વકીલની સામે કાયદેસર પગલાં તાત્કાલિક ધોરણે લેવાની જરૂરિયાત છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK