વાનખેડે સ્ટેડિયમની લીઝ રિન્યુઅલ માટે રાજ્ય સરકારે 120 કરોડ માગ્યા

22 June, 2019 07:36 AM IST  |  મુંબઈ

વાનખેડે સ્ટેડિયમની લીઝ રિન્યુઅલ માટે રાજ્ય સરકારે 120 કરોડ માગ્યા

વાનખેડે સ્ટેડિયમ

મુંબઈ ક્રિકેટ અસોસિએશનની માલિકીના વાનખેડે સ્ટેડિયમના લીઝ ઍગ્રીમેન્ટના રિન્યુઅલ માટે મહારાષ્ટ્ર સરકારે ૧૨૦ કરોડ રૂપિયા માગ્યા હોવાનું ગઈ કાલે વિધાનસભામાં જણાવવામાં આવ્યું હતું. મહેસૂલ ખાતાના પ્રધાન ચંદ્રકાંત પાટીલે એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે મુંબઈના શહેર ક્ષેત્રના કલેક્ટરે સ્ટેડિયમના લીઝ-ભાડાંની લેણી રકમની વસૂલાત માટે ગઈ ૧૬ એપ્રિલે મુંબઈ ક્રિકેટ અસોસિએશનને નોટિસ મોકલી હતી.

આ પણ વાંચો : શ્લોકા મહેતા યલો લહેંગામાં લાગી રહી છે ખૂબસુરત, જુઓ તસવીર

લીઝ એગ્રીમેન્ટની મુદત ૨૦૧૮ની પાંચમી ફેબ્રુઆરીએ પૂરી થઈ હતી, પરંતુ મુંબઈ ક્રિકેટ અસોસિએશને એગ્રીમેન્ટના રિન્યુઅલ માટે ૨૦૧૭માં મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો. અરબી સમુદ્રના કિનારાની સામે આંતરરાષ્ટ્રીય મૅચો સહિત ક્રિકેટના ખેલની યાદગાર ઘટનાઓના સાક્ષી વાનખેડે સ્ટેડિયમમાં બોર્ડ ઑફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાની પણ ઑફિસ છે.

wankhede mumbai mumbai news