અકોલાની મેડિકલ કૉલેજમાં રૅગિંગના આરોપી 3 વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કર્યા

03 June, 2019 12:03 PM IST  |  મુંબઈ | વિનોદકુમાર મેનન

અકોલાની મેડિકલ કૉલેજમાં રૅગિંગના આરોપી 3 વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કર્યા

અકોલાની મેડિકલ કૉલેજ

પાયલ તડવીના કેસમાં આરોપી સિનિયર્સ સામે કાર્યવાહીમાં શિથિલતાના વિવાદ વચ્ચે અકોલા મેડિકલ કૉલેજમાં રૅગિંગના કેસમાં તાત્કાલિક અને કડક કાર્યવાહી ઉદાહરણરૂપ બની છે. મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઑફ હેલ્થ સાયન્સિસના રજિસ્ટ્રાર ડૉ. કાલિદાસ ચવાણે જણાવ્યું હતું કે ‘શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-’૧૯ દરમ્યાન અકોલા સહિત પાંચ ઠેકાણે રૅગિંગની ફરિયાદ યુનિવર્સિટીને પ્રાપ્ત થઈ હતી, પરંતુ તમામ ફરિયાદોમાં અકોલામાં રૅગિંગનો આરોપ જેમની સામે મુકાયો હતો એ ગાયનેકોલૉજીના ત્રણ વિદ્યાર્થીઓને બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચ રાહત આપે એ પહેલાં એટલે કે ગયા ફેબ્રુઆરીમાં એ ત્રણેય વિદ્યાર્થીઓને કૉલેજના ડીને રસ્ટિકેટ કર્યા હતા. તેમને રસ્ટિકેટ કરાયા પછી હાઈ કોર્ટે જાતિવાદી પક્ષપાતના આરોપ બાબતે એક્સટર્નલ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો : મુંબઈ: ઝૂંપડપટ્ટીનાં નાળાં પાસે ક્લીન-અપ માર્શલોને ફરજ પર રહેવાનો આદેશ

રૅગિંગનો ભોગ બનેલી તામિલનાડુની વતની વિદ્યાર્થિનીના પિતાએ ૧૮ ફેબ્રુઆરીએ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી દીકરીની ભાષા અને રીતભાતમાં તફાવતને કારણે મહારાષ્ટ્રના વતની સેકન્ડ યરના ત્રણ વિદ્યાર્થીઓ ભેદભાવ અને અપમાનજનક વર્તન સાથે સતામણી કરતા હતા. અકોલા મેડિકલ કૉલેજમાં અગાઉ ૨૦૧૪ની ૩૧ જાન્યુઆરીએ એમબીબીએસના સેકન્ડ યરના આઠ વિદ્યાર્થીઓ પર નવા ૪૦ વિદ્યાર્થીઓનું ક્રૂરતાભર્યું રૅગિંગ કરવાનો આરોપ મૂકવામાં અપાવ્યો હતો. 

akola mumbai news vinod kumar menon