નાલાસોપારાના બીચ પર હોળી મનાવવા ગયેલા બે પરિવાર પર આફત આવી

22 March, 2019 09:21 AM IST  |  મુંબઈ

નાલાસોપારાના બીચ પર હોળી મનાવવા ગયેલા બે પરિવાર પર આફત આવી

એક પરિવારના ત્રણ એમ કુલ પાંચ જણ પાણીમાં ડૂબ્યા

હોળી રમવા ગઈ કાલે નાલાસોપારાના કળંબ બીચ પર ગયેલા બે પરિવારના મળીને પાંચ સભ્યો ડૂબી જવાનો બનાવ સામે આવ્યો હતો. પરિવારના સભ્યો ડૂબ્યા હોવાની માહિતી મળતાં ઘટનાસ્થળે વસઈ-વિરાર ફાયર-બ્રિગેડના જવાનો, પોલીસ-કર્મચારીઓ વગેરે પહોંચી ગયા હતા.

નાલાસોપારાના બીચ પર દુર્ઘટના બન્યા બાદ લોકો એકઠા થઈ ગયા હતા.

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વસઈ (વેસ્ટ)માં અંબાડી રોડ પર માનવમંદિર પાસે રહેતી ૩૬ વર્ષની નિશા કમલેશ મૌર્ય, ૧૯ વર્ષની પ્રિયા કમલેશ મૌર્ય, ૧૭ વર્ષનો પ્રશાંત કમલેશ મૌર્ય, ૩૫ વર્ષની કંચન ગુપ્તા અને ૩૨ વર્ષની શીતલ ગુપ્તાનો સમાવેશ છે. ગઈ કાલે પ્રશાંતની ડેડ-બૉડી મળી આવી હતી, જ્યારે અન્ય ચારની ડેડ-બૉડી શોધવાનું કામ ચાલુ હતું. આજે ગોતાખોર દ્વારા અન્ય સભ્યોની ડેડ-બૉડી શોધવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે બીચ પર લોકો ઊમટી પડ્યા હતા. એમ છતાં બીચ પર લોકોની સુરક્ષા માટે લાઇફગાર્ડ નહોતા.

nalasopara mumbai news