સિનિયર સિટિઝન ઍક્ટના પહેલા કેસમાં ૯૩ વર્ષના વૃદ્ધને વળતરનો આદેશ અપાયો

18 August, 2019 10:34 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

સિનિયર સિટિઝન ઍક્ટના પહેલા કેસમાં ૯૩ વર્ષના વૃદ્ધને વળતરનો આદેશ અપાયો

પાલઘરના 93 વર્ષના ભાલચંદ્ર ચૌધરી

પાલઘર ‌‌‌જિલ્લામાં ‌સિ‌નિયર ‌સિ‌ટિઝન ઍક્ટ, ૨૦૦૭ અંતગર્ત પહેલો કેસ નોંધાયો છે, જેમાં પાલઘરના સબ-‌‌ડિ‌‌વિઝનલ મૅ‌‌જિસ્ટ્રેટે ૯૩ વર્ષના વૃદ્ધ પિતાને તેમના દીકરાને મહિને પાંચ હજાર રૂ‌પિયા મેઇન્ટેનન્સના આપવાનો ઑર્ડર આપ્યો છે.

પાલઘરના સબ-ડિવિઝનલ ઑફિસર વિકાસ ગજરેએ કહ્યું હતું કે ‘૯૩ વર્ષના ભાલચંદ્ર ભાસ્કર ચૌધરી તેમના ૫૦ વર્ષના પુત્ર ધનેશ સાથે રહે છે. તેમનો બીજો પુત્ર ભુવનેશ અલગ રહે છે, જ્યારે દીકરીઓ સાસરે છે. પોતાની જમીન પર ખેતી અને મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતા ભાલચંદ્ર ચૌધરીએ ૧૯૯૫માં સંપત્ત‌િના ભાગલા કર્યા હતા અને સમજૂતી મુજબ તેઓ પુત્ર ‌ધનેશ સાથે રહે છે. કેટરિંગ અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતો ધનેશ મહિને સારી કમાણી કરતો હોવા છતાં તે પોતાની કમાણીમાંથી પિતાને કંઈ ન આપવાની સાથે તેમને માનસિક ત્રાસ પણ આપતો હતો. પુત્રના આવા વર્તનથી કંટાળીને ભાલચંદ્ર ચૌધરીએ ૨૦૧૯ની ૨૦ જૂને પુત્ર ધનેશ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે પુત્ર પાસેથી ‌મહિને ૧૫,૦૦૦ રૂપિયાના મેઇન્ટેનન્સની માગણી કરી હતી.

આ પણ વાંચોઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

ઑફિસરે ઉમેર્યું હતું કે ‘સિનિયર સિટિઝન ઍક્ટ ૨૦૦૭ અંતર્ગત વૃદ્ધ નાગરિકને વૃદ્ધાવસ્થામાં પોતાના સંતાન પાસેથી મેઇન્ટેનન્સ મેળવવાનો અધિકાર છે. આ કાયદા હેઠળ ધનેશે પિતાને દર મહિને ૧૦ તારીખ પહેલાં તેમની દવાની રકમ ઉપરાંત ૫૦૦૦ રૂપિયાની રોકડ રકમ આપવાનો આદેશ આપ્યો છે. ધનેશ આદેશનું પાલન નહીં કરે તો તેની સામે પાલઘર પોલીસ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરશે.’

mumbai mumbai news