મુંબઈ : થાણેની કોવિડ હૉસ્પિટલમાં 3 બોગસ ડૉક્ટર

21 October, 2020 11:14 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : થાણેની કોવિડ હૉસ્પિટલમાં 3 બોગસ ડૉક્ટર

પ્રતીકાત્મક તસવીર

થાણેમાં બાલકુમ વિસ્તારમાં આવેલી ગ્લોબલ હબ નામની હૉસ્પિટલને પાલિકાએ કોવિડ જારી કરી છે, પણ અહીં કામ કરી રહેલા ત્રણ ડૉક્ટર પાસે ડિગ્રી બોગસ હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ બાબત જાહેર થયા બાદ થાણે મહાનગરપાલિકાના કમિશનરે તપાસનો આદેશ આપ્યો છે અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ત્રણેય ડૉક્ટરને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા હોવાનું જાણવા મળ્યું હતું.

મળેલી માહિતી મુજબ ગ્લોબલ હબ નામની પાલિકાએ કોવિડ જાહેર કરેલી હૉસ્પિટલમાં ૧૦૦૦ બેડ ઉપલબ્ધ કરાવાયા છે. અહીં ૬૦ ડૉક્ટર અને ૧૬૦ જેટલાં નર્સ અને વૉર્ડબૉય કામ કરી રહ્યાં છે. સોમવારે દરદીઓએ પાલિકાને માહિતી આપી હતી કે અહીં કામ કરી રહેલા ડૉક્ટરોમાંથી ત્રણની ડિગ્રી બોગસ છે.

ડૉક્ટરોની ડિગ્રી બનાવટી હોવાનું જણાયા બાદ થાણે મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિપિન શર્માએ તરત જ તપાસનો આદેશ આપ્યો હતો અને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ત્રણેય ડૉક્ટરને રજા પર ઉતારી દેવાનું કહ્યું હતું.

થાણે મહાનગરપાલિકાના પ્રવક્તા સંદીપ માલવીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ સંબંધી તપાસ હાથ ધરાઈ છે. જો ડિગ્રીઓ બોગસ હોવાનું જણાશે તો ત્રણેય ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ કરી કાર્યવાહી કરાશે.’

mumbai mumbai news thane thane crime Crime News mumbai crime news coronavirus covid19 maharashtra