મુંબઈ: બાંદરામાં તલવારથી બર્થ-ડે કેક કાપનાર યુવકની ધરપકડ

21 July, 2020 05:48 PM IST  |  Mumbai | Agencies

મુંબઈ: બાંદરામાં તલવારથી બર્થ-ડે કેક કાપનાર યુવકની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

બાંદરામાં એક યુવકે બિલ્ડિંગના ટેરેસ પર જન્મદિવસની કેક કાપવા માટે તલવારનો ઉપયોગ કર્યો હતો સાથે કેક કાપતી વખતે ૩૦ લોકોને બોલાવી સામાજિક અંતર અને લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું હતું.આવું કરવા બદલ બ્રાંદ્રા પોલીસે સોમવારે તેની ધરપકડ કરી હતી.

આરોપીની ઓળખ હરીસ ખાન તરીકે છે તેણે શનિવારે મધરાત્રે બાંદ્રામાં 30 થી વધુ લોકોને તેની બિલ્ડિંગની ટેરેસ પર બોલાવ્યા હતા.તે પચ્ચીસ વર્ષનો થવા બદલ પચ્ચીસ કેક તેણે ૩૦ લોકોની સામે તલવારથી કાપી હતી.આવેલા લોકોએ જોરથી તાળીઓ વગાડી હતી અને તેના જન્મદિવસની શુભેચ્છા આપી હતી.બાદમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.બાંદ્રા સ્થિત સામાજિક કાર્યકર્તા મોહસીન શેખે મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહને આ વિડિયો મોકલ્યો હતો ત્યાર બાદ પોલીસએ પચ્ચીસ વર્ષીય હરીસ ખાન વિરુદ્ધ ગુનો નોંધયો હતો.

સામાજિક કાર્યકર્તા મોહસીન શેખે સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે મને મારા એક મિત્રએ વીડિયો મોકલ્યો હતો. જેના પગલે મેં મુંબઈ પોલીસ કમિશનરને જાણ કરી અને તેને ટ્વિટ પણ કર્યુ હતું.ત્યાર બાદ ખાન અને તેના મહેમાનો સામે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો.

 ઝોન ૯ ના પોલીસ ડેપ્યુટી કમિશનર અભિષેક ત્રિમુખેએ જણાવ્યું હતું કે ખાન પર તલવાર વાપરવા બદલ આર્મ્સ એક્ટ 1959 હેઠળ કેસ દાખલ કરાયો છે. સાથે બ્રાદ્રા પોલીસ દ્રારા ખાનની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : મુંબઈ ક્રિકેટ એસોસિએશને આઠ વર્ષથી પોલીસને 14.82 કરોડ ચૂકવ્યા નથી

બાંદ્રા પોલીસના એપીઆઈ હેમંત ફાડે જણાવ્યું હતું કે અમે આરોપી દ્વારા કેક કાપવા માટે ઉપયોગ કરવામાં આવેલી તલવાર મળી અને તેને જપ્ત કરી છે. ખાનને સોમવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જન્મદિવસની પાર્ટીમાં ભાગ લેનારા અન્ય લોકો સામે યોગ્ય પગલાં લેવામાં આવશે કારણ કે તેઓ સામાજિક અંતરના ધોરણોને જાળવવામાં નિષ્ફળ ગયા હતા અને તેઓએ ફેસ માસ્ક પણ પહેર્યા ન હતા.

mumbai mumbai news bandra mumbai police