મુંબઈ ક્રિકેટ એસોસિએશને આઠ વર્ષથી પોલીસને 14.82 કરોડ ચૂકવ્યા નથી

Published: Jul 21, 2020, 07:30 IST | Vishal Singh | Mumbai

આરટીઆઇ થકી મળેલી એક માહિતીના આધારે જાણવા મળ્યું હતું કે, છેલ્લાં આઠ વર્ષોમાં ૩૦ વખત યાદ દેવડાવવા છતાં મુંબઇ ક્રિકેટ એસોસિએશને હજી સુધી શહેરમાં ક્રિકેટ મેચો દરમિયાન સુરક્ષા પૂરી પાડવા બદલ મુંબઇ પોલીસને રૂ. ૧૪.૮૨ કરોડ કરતાં વધુ રકમની ચૂકવણી કરી નથી

નાકાબંદી
નાકાબંદી

આરટીઆઇ થકી મળેલી એક માહિતીના આધારે જાણવા મળ્યું હતું કે, છેલ્લાં આઠ વર્ષોમાં ૩૦ વખત યાદ દેવડાવવા છતાં મુંબઇ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)એ હજી સુધી શહેરમાં ક્રિકેટ મેચો દરમિયાન સુરક્ષા પૂરી પાડવા બદલ મુંબઇ પોલીસને રૂ. ૧૪.૮૨ કરોડ કરતાં વધુ રકમની ચૂકવણી કરી નથી.

આ મેચોમાં મહિલા વિશ્વ કપ ૨૦૧૩, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૧૬, ટેસ્ટ મેચ ૨૦૧૬, ૨૦૧૭ની આઇપીએલ અને વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનો સમાવેશ થાય છે. એમસીએએ છેલ્લાં આઠ વર્ષોમાં ૨૦૧૮ની આઇપીએલ માટે માત્ર રૂ. ૧.૪૦ કરોડની ચૂકવણી કરી છે.

આ પણ વાંચો : મુંબઈ : હવે કોચિંગ ક્લાસિસની સરકારી સહાયની માગણી

જોકે, પહેલી એપ્રિલ, ૨૦૧૯થી ૩૧મી માર્ચ, ૨૦૨૦ સુધીમાં રમાયેલી મેચો બદલનો સુરક્ષા ચાર્જ હજી સુધી જાહેર કરવામાં આવ્યો નથી, કારણ કે, રાજ્ય સરકારે હજી ચાર્જકરવાની રકમનો આદેશ જારી કરવાનો બાકી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK