GST ઓછો થયો એનો લાભ ઉઠાવી લીધો મુંબઈગરાઓએ

04 October, 2025 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દશેરાએ ગયા વર્ષની સરખામણીએ ૧૪ ટકા કાર અને ૩૪ ટકા ટૂ-વ્હીલર વધુ વેચાયાં

પ્રતીકાત્મક તસવીર

વિજયાદશમી એ વણજોયું શુભ મુહૂર્ત કહેવાય છે. દશેરાએ જે રીતે સોનાની ખરીદી કરવામાં આવે છે એ જ રીતે લોકો નવા ઘરનું બુકિંગ કરતા હોય છે અને નવી કાર અને બાઇકની ડિલિવરી લેતા હોય છે. આ વર્ષે કેન્દ્ર સરકારે નવરાત્રિના પહેલા દિવસથી જ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)માં રાહત આપી હોવાથી મુંબઈગરાઓએ એનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો.

ઑટોમોબાઇલ્સ પર અગાઉના ૨૮ ટકા GSTને ઘટાડીને ૧૮ ટકા કરી દેવાયો હતો. આમ ટૅક્સમાં મળેલી ૧૦ ટકાની રાહત પણ કામ કરી ગઈ હતી. ગયા વર્ષ કરતાં આ વર્ષે દશેરામાં કારનું ૧૪ ટકા અને બાઇકનું ૩૪ ટકા વેચાણ વધ્યું હતું. ગયા વર્ષે દશેરાના દિવસે મુંબઈમાં ૨૫૧૩ કાર અને ૫૭૧૮ ટૂ-વ્હીલર વેચાયાં હતાં. એની સામે આ વર્ષે ૨૮૬૬ કાર અને ૭૬૮૯ ટૂ-વ્હીલર વેચાયાં હતાં. 

મુંબઈગરાઓએ, મુખ્યત્વે મિડલ ક્લાસે એન્ટ્રી લેવલ કાર અને બાઇક, ટૂ-વ્હીલરની ખરીદી વધુ કરી હતી. એ સામે લક્ઝરી કારનું વેચાણ દેખીતી રીતે જ ઓછું થયું હતું. જોકે વાહનોનું વેચાણ વધવાને કારણે રોડ પર ટ્રાફિક તો વધવાનો જ છે અને પાર્કિંગની સમસ્યા પણ વધવાની છે. બાઇક-સ્કૂટી લેવા પાછળ‍નું સામાન્ય કારણ એ જણાઈ આવ્યું છે કે લોકો પ​બ્લિક ટ્રાન્સપોર્ટ, ટ્રેન અને બસમાં ધક્કામુક્કી સાથે ટ્રાવેલ કરવાને બદલે શૉર્ટ ડિસ્ટન્સ માટે પોતાના ટૂ-વ્હીલરથી ટ્રાવેલ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. એમાં વળી બૅન્કો દ્વારા સસ્તા દરે લોન ઉપલબ્ધ થતી હોવાથી ઓછા રોકાણ સાથે પણ હપ્તાથી કાર અને બાઇકની ખરીદી સરળ બની છે.  

મુંબઈમાં કેટલી કાર 
અને કેટલાં ટૂ-વ્હીલર?
કાર     ૧૪.૭ લાખ
ટૂ-વ્હીલર    ૩૧.૦ લાખ
ઇલેક્ટ્રિક વ્હીકલ્સ    ૪૪,૦૦૦

ઈ રીજનલ ટ્રાન્સપોર્ટ આ‍ૅફિસમાં કેટલાં વાહનોનું રજિસ્ટ્રેશન થયું?

કાર  
RTO    ૨૦૨૪    ૨૦૨૫
તાડદેવ    ૭૧૩    ૭૭૧
વડાલા    ૫૪૮    ૭૦૫
અંધેરી    ૬૫૪    ૬૭૧
બોરીવલી    ૬૨૮    ૭૧૯
ટોટલ     ૨૫૪૩    ૨૮૬૬

ટૂ-વ્હીલર
RTO    ૨૦૨૪    ૨૦૨૫
તાડદેવ    ૧૫૫૩    ૨૦૨૪
વડાલા    ૧૩૦૮    ૨૫૪૧
અંધેરી    ૧૧૮૭    ૧૪૮૨
બોરીવલી    ૧૬૭૦    ૧૬૪૨
ટોટલ    ૫૭૧૮    ૭૬૮૯

mumbai news mumbai dussehra goods and services tax reserve bank of india festivals automobiles