Corona Update મુંબઈ: કોરોનાના 13702 નવા કેસ, 6 નિધન, 329 પોલીસ કર્મચારી સંક્રમિત

13 January, 2022 08:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની સૌથી વધારે અસર મહારાષ્ટ્ર અને દેશની રાજધાની દિલ્હીમાં જોવા મળી છે. આ દરમિયાન, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 481 રેઝિડેન્ટ ડૉક્ટર કોવિડ-19 સંક્રમિત થઈ ચૂક્યા છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગુરુવારે કોરોનાના 13702 નવા કેસ સામે આવ્યા અને છના નિધન થયા છે. અત્યાર સુધી એક્ટિવ કેસ 95,123 છે. આ દરમિયાન, છેલ્લા 48 કલાકમાં 329 પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. અત્યાર સુધી 126 કર્મચારીઓના નિધન થયા છે. સક્રીય કેસની સંખ્યા 1102 છે. આ પહેલા મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના 46723 નવા કેસ સામે આવ્યા, 28,041 સ્વસ્થ થયા અને 32 લોકોના નિધન થયા છે. પ્રદેશમાં સક્રીય કેસ 2,40,122 છે. રાજ્યમાં ઑમિક્રોનના કેસ 1367 છે. આ દરમિયાન, મુંબઈમાં કોરોનાના 16420 નવા કેસ સામે આવ્યા, 14649 સ્વસ્થ થયા અને સાત લોકોના નિધન થઈ ગયા છે. મુંબઈ પોલીસ પ્રમાણે, 11 જાન્યુઆરીના 98 પોલીસ કર્મચારીઓ કોરોના પૉઝિટીવ થયા હતા. કોરોનાથી અત્યાર સુધી 126 પોલીસ કર્મચાકીઓના નિધન થયા છે. સક્રીય કેસ 741 છે. છેલ્લા કેટલાક દિવસથી મુંબઈમાં પહેલાની તુલનમાં કોરોના કેસમાં ઘટાડો થયો છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરની સૌથી વધારે અસર મહારાષ્ટ્ર અને દેશની રાજધાની દિલ્હીમાં જોવા મળી છે. આ દરમિયાન, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 481 રેઝિડેન્ટ ડૉક્ટર કોવિડ-19 સંક્રમિત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં સતત કોરોનાનું જોખમ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેઝિડેન્ટ ડૉક્ટર્સના અધ્યક્ષ ડૉ. અવિનાશ દહીફલેએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 481 રેઝિડેન્ટ ડૉક્ટર કોવિડ-19 સંક્રમિત થઈ ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસ સંક્રમણના 34,424 નવા કેસ સામે આવ્યા અને આ દરમિયાન ગુજરાતમાં 7,476 લોકો સંક્રમિત થયા છે. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે મંગળવારે સંક્રમણના નવા કેસ સામે આવ્યા પછી રાજ્યમાં કુલ કેસ વધીને 69,87,938 થઈ ગયા છે. તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં આ મહામારીથી 22 દર્દીઓના નિધન થઈ ચૂક્યા છે. જેથી મરણાંક 1,41,669 થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં વાયરસના ઑમિક્રૉન વેરિએન્ટથી સંક્રમણના 34 નવા કેસ સામે આવ્યા, જેના પછી ઑમિક્રૉન વેરિએન્ટ સંક્રમણના કેસ વધીને 1,281 થઈ ગયા છે.

Mumbai mumbai news coronavirus covid19 maharashtra