બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ

04 November, 2020 01:00 PM IST  |  Mumbai | Mumbai Correspondent

બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ

નિવા ગડા

મુલુન્ડ-વેસ્ટમાં રહેતી સાત વર્ષની નાનકડી ઢીંગલીએ સપ્ટેમ્બર-ઑક્ટોબર મહિનામાં ઇન્ટરનૅશનલ મૅથેમૅટિક્સ ઑલિમ્પિયાડ પરીક્ષાઓ આપીને બે ગોલ્ડ મેડલ તેમ જ એક સિલ્વર મેડલ મેળવીને ગડા પરિવારનું નામ રોશન કર્યું છે. શાર્પ મેમરી ધરાવતી નાની બાળકી માત્ર મૅથેમૅટિક્સ જ નહીં, અન્ય બાબતોમાં પણ એટલી જ કુશળ છે. પોતાની જિજ્ઞાસા અને કુશાગ્ર બુદ્ધિ પ્રતિભાના જોરે બે મહિનામાં નિવાએ ત્રણ આંતરરાષ્ટ્રીય મૅથેમૅટિક્સ સ્પર્ધામાં મેડલ્સ પ્રાપ્ત કરતાં અમને નિવા પર ગર્વ છે, એમ કહેતાં નિવાના પપ્પા વિશાલ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નિવાને મૅથ્સ બહુ ગમે છે. નિવાએ હકીમો હૉન્ગકૉન્ગ ઇન્ટરનૅશનલ મૅથેમૅટિક્સ ઑલિમ્પિયાડમાં ઑગસ્ટ મહિનામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, એ પછી સપ્ટેમ્બર મહિનામાં ટીમો થાઇલૅન્ડ ઇન્ટરનૅશનલ મૅથ્સ ઑલિમ્પિયાડ પરીક્ષા આપી હતી, જેમાં પણ નિવાને ગોલ્ડ મેડલ મળ્યો હતો. સીમો સાઉથ ઈસ્ટ એશિયન મૅથ્સ ઑલિમ્પિયાડ પરીક્ષામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. આંતરરાષ્ટ્રીય પરીક્ષાઓમાં ૨૦ દેશોના અંદાજે ૨૦૦૦ જેટલા સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં લૉજિકલ થિન્કિંગ, જ્યોમૅટ્રિકલ અરીથમૅટિક, નંબર થિયરી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્પર્ધાઓની તૈયારીઓ થકી નિવામાં આત્મવિશ્વાસ પણ વધ્યો છે. સ્પર્ધાઓની તૈયારી થકી નિવાને ઘણું નવું પણ શીખવા અને જાણવા મળ્યું છે, જેથી તેના નૉલેજમાં વધુ વધારો થયો છે.’

mulund mumbai mumbai news