27 July, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મશીન
મહારાષ્ટ્ર સ્ટેટ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે હવે રાજ્યમાં વિવિધ જગ્યાએ ૫૩ કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ ઍર ક્વૉલિટી મૉનિટરિંગ સ્ટેશન (મશીન) બેસાડવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હાલ ૬૯ સ્ટેશન ઑલરેડી છે. હવે એમાં આ નવાં ૫૩ સ્ટેશન ઉમેરાશે. મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ઑફિસરે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ સ્ટેશન ક્યાં બેસાડવા એની જગ્યા અમે નક્કી કરી લીધી છે. આવતાં કેટલાંક અઠવાડિયાંઓમાં એ ઇન્સ્ટૉલ કરીને કાર્યરત થઈ જશે.’
દરેક સ્ટેશન પર ઇન્સ્ટૉલ થનારું આ મશીન ૯ કરોડ રૂપિયાની કિંમતનું છે જે હવામાં રહેલાં વિવિધ કેમિકલ્સની માત્રા પારખીને એની નોંધ કરશે.