પશ્ચિમ મહારાષ્ટ્રના દૂધનો વિક્રેતાઓનું આંદોલન ટેકાના ભાવ વધારવાની માગણી

22 July, 2020 12:25 PM IST  |  Pune | Agencies

પશ્ચિમ મહારાષ્ટ્રના દૂધનો વિક્રેતાઓનું આંદોલન ટેકાના ભાવ વધારવાની માગણી

પ્રતીકાત્મક તસવીર

સાંગલી,કોલ્હાપુર અને અહમદનગરના દૂધ વિક્રેતાઓએ ટેકાના ભાવ વધારવાની માગણી સાથે ગઈકાલે આંદોલન શરૂ કર્યું હતું. આંદોલનકારોએ રાજુ શેટ્ટી પ્રણિત સ્વાભિમાની શેતકરી સંઘટનાના હોદ્દેદારોના સહયોગથી હાથ ધરેલા આંદોલનના ભાગરૂપે દૂધના ટેન્કર્સની રવાનગી અટકાવી હતી. આંદોલનકાર દુગ્ધ વ્યવસાયીઓએ દૂધના ટેન્કર્સ શહેરોમાં મોકલવાને બદલે સાંગલી અને કોલ્હાપુરમાંથી પસાર થતા મુંબઈ-બેન્ગલોર રોડ પર ખાલી કરી નાખ્યા હતા. ગઈકાલે આંદોલનના ભાગરૂપે રાજૂ શેટ્ટીએ કોલ્હાપુરના ઉદગાંવના મંદિરમાં શિવ લિંગ પર દૂધનો અભિષેક કર્યો હતો. સોલાપુર જિલ્લાના બારશી તાલુકામાં કેટલાક આંદોલનકારોએ ગાયોને દૂધથી નવડાવી હતી.

સ્વાભિમાની શેતકરી સંઘટનાના પ્રમુખ રાજૂ શેટ્ટીએ જણાવ્યું હતું કે ‘અમે દૂધના ટેકેના ભાવમાં લીટર દીઠ પાંચ રૂપિયાનો વધારો માગીએ છીએ. એ પાંચ રૂપિયા સીધા દૂધ વિક્રેતાઓના લાભાર્થે એમના બેન્ક ખાતાંમાં જમા કરવામાં આવશે. અમારી માગણીઓમાં દૂધ ઉત્પાદકોને એક્સ્પોર્ટ સબસિડી અને દૂધના ઉત્પાદનો પરથી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) માફ કરવાની પણ માગણી કરીએ છીએ.

કેબિનેટ મીટિંગમાં થશે નિર્ણય

દૂધ ઉત્પાદકો દ્વારા શરૂ કરાયેલા રાજ્યવ્યાપી આંદોલનને જોતા રાજ્યના ડેરી વિકાસ પ્રધાન વવિધ ખેડૂતે સંગઠનોના આગેવાનો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નહોતો. જો કે પ્રધાને એવી ખાતરી આપી હતી કે આ મામલે કેબિનેટની મીટિંગમાં નિર્ણય લેવાશે

mumbai mumbai news coronavirus maharashtra sangli