થાણેમાં દેહવ્યવસાય કરાવવા બદલ મા-દીકરીની ધરપકડ

07 April, 2021 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામાજિક કાર્યકર ડૉ. બીનુ વર્ગિસને માહિતી મળી હતી કે થાણેમાં જૂની પાસર્પોટ ઑફિસ પાસેની એક હોટેલમાં બે સગીર કિશોરીના દેહના સોદા બે મહિલા દલાલ કરી રહી છે

પ્રતીકાત્મક તસવીર

ત્રણ સગીર કિશોરીને દેહવ્યવસાયના ધંધામાં ધકેલવાના આરોપસર થાણે ક્રાઇમ બ્રાન્ચે ૪૧ વર્ષની એક મહિલા અને તેની પુત્રીની ધરપકડ કરી હતી. આરોપી મહિલાએ ૧૭ વર્ષની બે કિશોરીને એક કસ્ટમરને એક લાખ રૂપિયામાં વેચી હોવાની માહિતી સામાજિક કાર્યકરે આપ્યા બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી.

થાણેમાં રહેતાં સામાજિક કાર્યકર ડૉ. બીનુ વર્ગિસને માહિતી મળી હતી કે થાણેમાં જૂની પાસર્પોટ ઑફિસ પાસેની એક હોટેલમાં બે સગીર કિશોરીના દેહના સોદા બે મહિલા દલાલ કરી રહી છે. બીનુ વર્ગિસે કસ્ટમર બનીને મહિલા દલાલનો સંપર્ક કર્યા બાદ ખાતરી થઈ હતી તે દેહવ્યવસાયના ધંધા સાથે સંકળાયેલી છે. થાણે ક્રાઇમ બ્રાન્ચની ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના સિનિયર ઇન્સ્પેક્ટર અશોક કડલગે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાજિક કાર્યકરે માહિતી આપ્યા બાદ અમે ખાતરી કરવા માટે એક બોગસ કસ્ટમર દ્વારા મહિલા દલાલનો સંપર્ક કર્યો હતો. તેણે અહીંની જૂની પાસપોર્ટ ઑફિસ નજીકની સાઉથ કોસ્ટ હોટેલમાં મને બોલાવ્યો હતો. અમે અહીં દરોડો પાડ્યો હતો. અમે ૪૧ વર્ષની મહિલા દલાલ અને તેની ૧૭ વર્ષની પુત્રીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ત્રણ કિશોરીનો છુટકારો કરાવ્યો હતો.’

mumbai mumbai news thane Crime News mumbai crime news thane crime