દસ દિવસમાં મુંબઇ આવ્યા લગભગ સાડા 3 લાખ લોકો, ટેસ્ટિંગમાં ભૂલથી સ્થિતિ થશે બેકાબૂ

15 May, 2021 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં લૉકડાઉન પછી જ્યારે મજૂરોનું પલાયન થઈ રહ્યું હતું, ત્યારે પશ્ચિમ રેલવેએ પણ યૂપી અને બિહાર માટે ટ્રેનો ચલાવવામાં આવી હતી. પશ્ચિમ રેલવે પર લગભગ 50 હજાર લોકો યૂપી, બિહાર અને ઉત્તરાખંડથી મુંબઇ આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

શહેરમાં કોરોના સંક્રમણમા આંકડાને લઈને ભલે પ્રશાસનની પીઠ થાબડવામાં આવતી હોય, પણ ટેસ્ટિંગમાં થતી ભૂલથી ક્યાંક ફરી ભોગવવાનો વારો ન આવે. મુંબઇમાં એક તરફ સવારે 11 વાગ્યા સુધી માર્કેટમાં સામાન્ય ભીડ જોવા મળે છે. તો બીજી તરફ રેલવે પાસેથી મળતા આંકડાઓ પ્રમામે છેલ્લા દસ દિવસમાં લગભઘ 3 લાખ લોકો ટ્રેનથી મુંબઇ આવ્યા છે. સૂત્રો પ્રમાણે આમની ટેસ્ટિંગમાં બેદરકારી કરવામાં આવી રહી છે, જેના પરિણામ ગંભીર આવી શકે છે.

ઉત્તર ભારતથી પાછા આવ્યા સૌથી વધારે લોકો
પશ્ચિમ રેલવે પાસેથી મળેલા આંકડાઓ પ્રમામે, 1મેથી 9 મે સુધી 1,53,082 લોકો મુંબઇ આવ્યા છે. આમાંથી 60 હજારથી વધારે લોકો રાજસ્થાનથી આવ્યા છે. આ જ રીતે મધ્ય રેલવેના મુંબઇ ડિવિઝનમાં 1થી 9 મે વચ્ચે લગભગ 2 લાખ પ્રવાસીઓ મુંબઇ આવ્યા છે. આમાંથી 70 ટકા પ્રવાસી યૂપી અને બિહારથી આવ્યા છે. મહારાષ્ટ્રમાં લૉકડાઉન પછી જ્યારે મજૂરોનું પલાયન થઈ રહ્યું હતું, ત્યારે પશ્ચિમ રેલવેએ પણ યૂપી અને બિહાર માટે ટ્રેનો ચલાવવામાં આવી હતી. પશ્ચિમ રેલવે પર લગભગ 50 હજાર લોકો યૂપી, બિહાર અને ઉત્તરાખંડથી મુંબઇ આવ્યા છે.

ગોરખપુરની ટ્રેનો ફુલ
પ્રવાસીઓના પલાયન દરમિયાન સૌથી વધારે ટ્રેન ગોરખપુર માટે ચલાવવામાં આવી હતી. રેલવે પ્રમાણે લગભગ 150 ટ્રેન ગોરખપુર માટે ચલાવવામાં આવી. હવે ગોરખપુરથી મુંબઇ આવનારી ટ્રેનોની ઑક્યૂપેન્સી પણ 90 ટકાથી વધારે થઈ ગઈ છે. કોઇપણ જગ્યાથી મુંબઇ આવનારી ટ્રેનોમાંથી આ સૌથી મોટો આંકડો છે. મધ્ય રેલવેએ જણાવ્યું કે 1 મેથી 9 મે સુધી ગોરખપુરથી મુંબઇ આવેલી બધી ટ્રેનોની એવરેજ ઑક્યૂપેન્સી 90 ટકાથી વધારે હતી, આ સ્થિતિ પશ્ચિમ રેલવે પર પણ છે.

પશ્ચિમ રેલવે પર ટ્રેન ક્રમાંક 05067માં 1646 બર્થ હતી, આ માટે 3113 સીટ બૂક થઈ પણ વેટિંગ હોવાને કારણે 1473 સીટ રદ થઈ ગઈ. આ ટ્રેનની ઑક્યૂપેન્સી 99.33 ટકા હતી. ગોરખપુરથી આવનારી આ ફક્ત એક ટ્રેનનું ઉદાહરણ છે.

રાજસ્થાનથી પણ આવી રહ્યા છે લોકો
યૂપી, બિહાર સિવાય મુંબઇમાં મોટી સંખ્યામાં લોકો રાજસ્થાનથી પાછા આવી રહ્યા છે. રાજસ્થાનથી મુંબઇ આવનારી બધી ટ્રેનોમાં આવતા એક અઠવાડિયા સુધી કોઇક ને કોઇક શ્રેણીમાં વેટિંગ ચાલી રહી છે. પશ્ચિમ રેલવે પ્રમાણે, 1મેથી 9 મે સુધી 60,375 પ્રવાસી રાજસ્થાનથી આવનારી ટ્રેનોમાંથી આવ્યા છે. જોધપુરથી મુંબઇ આવનારી સૂર્યનગરી એક્સપ્રેસમાં 1 મેથી 9 મે સુધી કુલ 13815 સીટ માટે 26155 પ્રવાસીઓએ બુકિંગ કરી, વેટિંગ થવાને કારણે લગભગ 13 હજાર સીટ રદ થઈ ગઈ. આ ટ્રેનની કુલ ઑક્યૂપેન્સી 84.96 ટકા રહી.

આ ટ્રેનની ઑક્યૂપેન્સી 140 ટકા
રાજસ્થાન અને યૂપી, બિહારની ટ્રેનોની વાત છે પણ પંજાબથી આવનારી વેસ્ટર્ન એક્સપ્રેસના આંકડા સૌથી વધારે ચોંકાવનારા છે. આ ટ્રેનની કુલ 9 ટ્રિપમાં પ્રવાસીઓની ઑક્યૂપેન્સી 140 ટકા રહી. ટ્રેન નંબર 02926 અમૃતસર બાન્દ્રા ટર્મિનસમાં 9 દિવસ સુધી કુલ 16470 સીટ માટે 29251 પ્રવાસીઓએ ટિકિટ પણ બુક કરી હતી. પણ વેટિંગ વાળી રદ થઈ ગઈ. ઑક્યૂપેન્સી પ્રમાણે આંકડો 140 ટકાની આસપાસ રહ્યો.

Mumbai Mumbai News coronavirus covid19