રાજ ઠાકરેનો પુત્ર અમિત હવે રાજકારણમાં સક્રિય

23 January, 2020 01:55 PM IST  |  Mumbai

રાજ ઠાકરેનો પુત્ર અમિત હવે રાજકારણમાં સક્રિય

ગોરેગાંવમાં પક્ષની નવી ધ્વજાની જાહેરાત સમયે અમિત ઠાકરે. તસવીર સૌજન્યઃ શિંદે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરેએ પક્ષની ઓળખાણમાં પરિવર્તન કર્યું. બાળ ઠાકરેનાં જન્મ દિવસે નવા ધ્વજની જાહેરાત કરી અને પોતાના દીકરા અમિત ઠાકરેને પક્ષમાં નેતા તરીકે નિમણૂક કરી.

તસવીર સૌજન્ય સતેજ શિંદે

શિવાજી મહારાજની રાજ મુદ્રા આ નવા કેસરી ધ્વજ પર અંકાયેલી છે અને તે પહેલીવાર લોકો સમક્ષ ગોરેગાંવ નેસ્કોમાં થયેલા પક્ષનાં પહેલાં મહા અધીવેશનમાં જાહેર કરાયો. પક્ષનો નવો એજન્ડા સાંજની રેલીમાં જાહેર કરાશે.
કાર્યક્રમનાં પ્રારંભમાં રાજ ઠાકરેએ બાળ ઠાકરેને શ્રધ્ધાંજલી આપીને વીર સાવરકર, બાબા સાહેબ આંબેડકર, પ્રબોધનકર ઠાકરે અને શિવાજી મહારાજનાી તસવીર પર હાર ચઢાવ્યા.

તાજેતરમાં થયેલી મહારાષ્ટ્રની ચૂંટણીમાં નાલેશી ભરી હારનો ભોગ બન્યા પછી એવી ચર્ચા થઇ હતી કે એમએનએસ હવે કદાચ ભારતીય જનતા પાર્ટી સાથે હાથ જોડશે. જો કે પૂર્વ પ્રધાનમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આવા તમામ દાવાને નકાર્યા હતા, તેમણે કારણ આપતા કહ્યું હતું કે બંન્ને્ પક્ષોની વિચારધારા અલગ હોવાથી આમ નહીં થઇ શકે.

તસવીર સૌજન્ય - સતેજ શિંદે

રાજ ઠાકરેએ 9 માર્ચ 2006માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેવાની સ્થાપના કરી હતી. 2007ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સાત બેઠકો જીતી હતી અને 2012માં 28 બેઠકો પર પક્ષે પકડ મેળવી હતી. 2009માં લોકસભાની ચુંટણીમાં એમએનએસનાં ઉમેદવારોએ મુંબઇની છએ બેઠકો પર લાખો મત મેળવ્યા. 

રાજ ઠાકરેનાં એમએનએસનો વિકાસ મુંબઇ અને મહારાષ્ટ્રમાં 2014ની ચૂંટણી દરમિયાન થોભી ગયો. 2014માં પક્ષનો ગ્રાફ નીચે ઉતરવા માંડ્યો. આ દરમિયાન રાજ ઠાકરેએ ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કર્યો હતો કારણકે તે ઇચ્છતા હતા કે શીવસેનાના ઉમેદવારની હાર થાય. જો કે આ પગલું તેમને ભારે પડ્યું અને એમએનએસનાં દસેય ઉમેદવારોની ડિપોઝીટ અમાન્ય ઠેરવવામાં આવી. 2019ની ચૂંટણીમાં રાજ ઠાકરેએ ભાજપાનો ખુલ્લ મ્હોંએ વિરોધ કર્યો અને વડાપ્રધાનને બેરોજગારી, નોટબંધી, આર્થિક મંદી જેવા અનેક મુદ્દાઓ પર સવાલ કર્યા.

maharashtra navnirman sena raj thackeray mumbai indian politics bharatiya janata party shivaji maharaj