શું વેદાંતા-ફૉક્સકૉન પાસેથી પૈસા માગવામાં આવ્યા હતા? : રાજ ઠાકરે

20 September, 2022 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્યોગોને આકર્ષવા બાબતે મહારાષ્ટ્ર હંમેશાં અગ્રણી રાજ્ય રહ્યું છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે...

રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરેએ ગઈ કાલે અબજો રૂપિયાનો વેદાંતા-ફૉક્સકૉન સેમી-કન્ડક્ટર ચીપ ઉત્પાદન પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી પાડોશી ગુજરાતને મળવા બાબતે પૂછપરછ કરીને કોઈએ સંયુક્ત સાહસની આ કંપની પાસે પૈસાની માગણી કરી હતી કે કેમ એવો પ્રશ્ન કર્યો હતો.

ઉદ્યોગોને આકર્ષવા બાબતે મહારાષ્ટ્ર હંમેશાં અગ્રણી રાજ્ય રહ્યું છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ‘આ બદલાઈ રહ્યું છે. આ બાબતે તપાસ થવી જોઈએ કે જે ઉદ્યોગ મહારાષ્ટ્રમાં આવવાનો હતો એ હવે અન્ય રાજ્ય ભણી વળ્યો છે. તેમની પાસેથી પૈસાની માગણી તો નથી કરવામાં આવી?’

અહીં એક પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્યમાં રાજકીય વાતાવરણ બગડી રહ્યું છે. કોણ કોની સાથે જોડાણ કરીને સરકાર બનાવશે એ કળવું મુશ્કેલ થઈ ગયું છે.’ 

mumbai mumbai news maharashtra navnirman sena raj thackeray