મિડ-ડેઃ અસાધારણ સંજોગોમાં પણ પહોંચાડે છે તમારા સુધી સમાચાર

23 March, 2020 05:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિડ-ડેઃ અસાધારણ સંજોગોમાં પણ પહોંચાડે છે તમારા સુધી સમાચાર

પ્રિય વાચકો,

રાજ્ય સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હલન-ચલન પર પ્રતિબંધ મૂક્યો છે કારણકે આપણે ઘણાં પડકાર રૂપ સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ. આ સંજોગોમાં અમે અખબારોનાં વેન્ડર્સ તથા ફેરિયાઓની સલામતીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે. સ્વાભાવિક છે કે અમે તમારા સુધી વિશ્વસનીય, તથ્યો ચકાસીને, સંપૂર્ણ સંશોધન આધારિત, અને મનોરંજન તથા માહિતીથી ભરપુર સમાચાર પહોંચાડતા રહીશું, સોમવારથી રવિવાર સુધી, નિયમિત, બિલકુલ એ જ રીતે જે રીતે અમે તે અત્યાર સુધી પહોંચાડતા આવ્યા છીએ.

મિડ-ડેની અનુભવી અને કટિબદ્ધ પત્રકારોની ટીમ વિવિધ ક્ષેત્રો અને વિષયોમાં કાબેલિયત ધરાવે છે અને તેઓ તમને છેલ્લામાં છેલ્લા પરિવર્તનનો અને ઘટનાઓથી માહિતગાર રાખવા તેમનું ગ્રાઉન્ડ વર્ક કરી જ રહ્યા છે જેથી તમે કશું પણ મિસ ન કરો. જો કશું મુંબઇમાં ઘટી રહ્યું છે તો તે મિડ-ડેમાં તો હોય જ.

તમે તમારા પ્રિય અખબારને, અમને અહીં પહોંચી શકશો

અખબારનાં ફોર્મેટમાં વાંચવા માટે ક્લિક કરોઃ Gujarati Mid-Day Epaper

બ્રેકિંગ ન્યુઝની ગતિ સાથે તાલ મિલાવવા માટે: Gujaratimidday.com

તમે અમને ફોલો કરી શકો છો: @middaygujarati

mumbai mumbai news gujarati mid-day coronavirus