જોગેશ્વરીમાં મેટ્રો-૭નો ગર્ડર પડ્યો, પણ કોઈ દુર્ઘટના કે જાનહાનિ નહીં

27 July, 2022 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ મેટ્રો-૭ની દહિસરથી અંધેરી જતી લાઇન પર જય કોચ પાસે ગઈ કાલે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ મેટ્રોનો ગર્ડર ઉપરથી નીચે પડ્યો હતો

ગઈ કાલે જોગેશ્વરી-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મેટ્રો બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. અનુરાગ આહિરે


મુંબઈ : મુંબઈ મેટ્રો-૭ની દહિસરથી અંધેરી જતી લાઇન પર જય કોચ પાસે ગઈ કાલે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ મેટ્રોનો ગર્ડર ઉપરથી નીચે પડ્યો હતો. મુંબઈ પોલીસના જોગેશ્વરી ટ્રાફિક ડિવિઝનના સિનિયર પીઆઇ બાળાસાહેબ બનકરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘એક તો સવારનો સમય હતો અને એ ગર્ડર સર્વિસ રોડ પર પડ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ ઘાયલ થયું નથી. આ ઉપરાંત ગર્ડર સર્વિસ રોડ પર પડ્યો હોવાથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના ટ્રાફિકને પણ એની અસર થઈ નથી. હાઇવેનો ટ્રાફિક આખો દિવસ સરળતાથી ચાલી રહ્યો હતો.’’

mumbai news jogeshwari