03 June, 2025 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેટ્રો બનાવી રહેલી MMRDAએ એક જ રાતમાં આઠ ‘U’ ગર્ડર બેસાડવાની મહત્ત્વની કાર્યવાહી
ગાયમુખથી વડાલાની મેટ્રો-4ના રૂટ પર રવિવારે રાતે કાપુરબાવડી સ્ટેશન જ્યાં બનવાનું છે ત્યાં મેટ્રો બનાવી રહેલી MMRDAએ એક જ રાતમાં આઠ ‘U’ ગર્ડર બેસાડવાની મહત્ત્વની કાર્યવાહી પાર પાડી હતી. એક ગર્ડરનું વજન ૯૭.૯૨ ટન હતું એવા આઠ ગર્ડર બેસાડવા ૫૫૦ ટન વજન ઊંચકી શકે એવી એક ક્રેન, ૫૦૦ ટન વજન ઊંચકી શકે એવી ત્રણ ક્રેન અને અન્ય મહત્ત્વનાં વાહનો આ કામમાં જોડાયાં હતાં. ટ્રેઇન્ડ સ્ટાફ, એન્જિનિયર્સ અને મજૂરોના મોટા કાફલાએ બહુ જ પ્રિસિઝન સાથે આ કાર્યવાહી પાર પાડી હતી.