મુંબઈ મરિન ડ્રાઈવ પાસે સમુદ્રમાં 2 લોકો ડૂબ્યા, સર્ચ ઓપરેશન ચાલું

06 July, 2019 05:46 PM IST  | 

મુંબઈ મરિન ડ્રાઈવ પાસે સમુદ્રમાં 2 લોકો ડૂબ્યા, સર્ચ ઓપરેશન ચાલું

(ફોટો: ANI)

મુંબઈમાં વરસાદના કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભારે વરસાદ વચ્ચે મુંબઈના મરીન ડ્રાઈવ નજીક દરિયા પાસે ફરી રહેલા 2 યુવક પાણીમા ડૂબ્યા છે. યુવકોના ડુબવાની માહિતી સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નૌસેના અને પોલીસની ટીમ દ્વારા આ યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે નૌસેના અને પોલીસને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદના કારણે મુંબઈમાં મલાડ, કલ્યાણ અને પુણેમાં વરસાદના કારણે દિવાલ ધસી જવાના બનાવ પણ સામે આવ્યા હતા. મુંબઈમાં અત્યાર સુધી ભારે વરસાદના કારણે 25થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સિવાય પુણેમાં પણ વરસાદના કારણે 60 ફૂટની દિવાલ પડી જતા 27 લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

આ પણ વાંચો: નિતેશ રાણેની નફટાઈ: હાઈવેના એન્જિનિયરને કાદવથી નવડાવ્યો

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડ્ણવીસ કન્ટ્રોલ રૂમ પહોચ્યા હતા અને કોઈ પણ આપત્તિ રહેવા માટે ચર્ચા કરી હતી . આ સિવાય વરસાદના કારણે દિવાલ ધસી જતા ઈજાગ્રસ્તોને પણ મળવા હોસ્પિટલ પહોચ્યા હતા.

mumbai news gujarati mid-day