ઘાટકોપર સ્ટેશને થયું મેગા બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન

03 August, 2021 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈની વિવિધ હૉસ્પિટલો તેમના દરદીઓ માટે બ્લડ શૉર્ટેજનો સામનો કરી રહી છે

ગઈ કાલે ઘાટકોપર સ્ટેશન પર નાહર મેડિકલ સેન્ટરમાં અજય નાહર, કે. એલ. ટેટર, વૈશાલી કાળે અને ડૉ. કવિતા તોરણે બ્લડ ડોનરની સાથે

રાજસ્થાન વેલ્ફેર અસોસિએશન અને રોટરી ક્લબ ઑફ મુંબઈ વિઝિનરીઝના સંયુક્ત ઉપક્રમે ગઈ કાલે ઘાટકોપરના રેલવે સ્ટેશન પર એક મેગા બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૦૦થી વધુ બ્લડ ડોનેરોએ બ્લડ ડોનેટ કર્યું હતું. આવા જ કૅમ્પો મુંબઈનાં વિવિધ સ્ટેશનો પર યોજવામાં આવશે.

મુંબઈની વિવિધ હૉસ્પિટલો તેમના દરદીઓ માટે બ્લડ શૉર્ટેજનો સામનો કરી રહી છે, એમ જણાવતાં રાજસ્થાન વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ સુખરાજ નાહરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે છેલ્લા ત્રણ દાયકાથી સમાજોપયોગી કાર્યો કરી રહ્યાં છે. અત્યારે અમે મુંબઈનાં વિવિધ રેલવે સ્ટેશનો પર બ્લડ ડોનેશન કૅમ્પ યોજીને હૉસ્પિટલોને સહાયરૂપ થઈ રહ્યા છીએ.’ 

mumbai mumbai news ghatkopar