માનસિક રીતે અસ્થિર છોકરીનું રેપ કરીને માણસ નેપાળ ભાગ્યો, બે વર્ષ બાદ...

03 December, 2020 08:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માનસિક રીતે અસ્થિર છોકરીનું રેપ કરીને માણસ નેપાળ ભાગ્યો, બે વર્ષ બાદ...

પ્રતીકાત્મક તસવીર

ઓક્ટોબર 2018માં આરોપીએ 18 વર્ષની માનસિક રીતે અસ્થિર છોકરીને તેના ઘરથી 70 કિલોમીટર દુર તાડદેવમાં લઈ જઈને તેનું રેપ કર્યુ હતું. બે વર્ષ સુધી તાડદેવ પોલીસ તેને શોધી રહી હતી પરંતુ આરોપી પકડાતો નહોતો. આ આરોપી નેપાળ ભાગી ગયો હતો.

ગયા મહિને એક ફોન કોલ ટ્રેસ કરતા સમજાયુ કે 38 વર્ષનો આ આરોપી પટણામાં છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં આવેલા રિપોર્ટ પ્રમાણે, આરોપી મનોજ સાહાની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી છે. પીડિત છોકરીએ કહ્યું કે, ત્રણ જણે તેનું રેપ કર્યુ હતું. તેથી આ આરોપી વિરુદ્ધ ગેંગરેપનો ચાર્જ લગાવવામાં આવશે.

આ છોકરીના પિતાએ કહ્યું કે, આ ઘટનાની મારી દિકરી ઉપર ખુબ જ ખરાબ અસર પડી છે. જ્યારે પણ શારિરીક શોષણની વાત પણ થાય તો તે ચીસો પાડતી હતી.

પોલીસે 10 ઑક્ટોબર, 2018ના રોજ કહ્યું હતું કે, આ છોકરીએ તેની બહેનો સાથે ઝઘડો કરીને ઘર છોડી દીધુ હતું. તેણે મુંબઈ સેંટ્રલથી ટ્રેન પકડીને તાડદેવ ગઈ હતી, જ્યાં સાહાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

છોકરીના પિતાએ કહ્યું કે, 24 કલાક બાદ તે પરત ઘરે આવી હતી પરંતુ તેના વ્યવહારમાં બહુ ફરક દેખાતો હતો. મે તેને વિશ્વાસમાં લીધી તે પછી તેણે સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસ ફરિયાદ થયા બાદ સાહાની ઓળખ થઈ હતી પોલીસે તેની શોધ કરવાની શરૂઆત કરી હતી.

સાહા મુંબઈમાં છૂટક કામ કરતો હતો. આ ગુનો કર્યા બાદ તે તેના વતન બિહારના સિતામરહી જીલ્લામાં ભાગી ગયો હતો. બિહારની પોલીસે તંયા તપાસ કરી તો જણાયુ કે સાહા નેપાળ ભાગી ગયો છે. નેપાળમાં તેની બહેન રહેતી હતી. સાહાએ મોબાઈલ વાપરવાનો બંધ કરી દીધો પરંતુ મુંબઈના મિત્રના સંપર્કમાં તે હતો. તાજેતરમાં તેણે મિત્રને પોતાના લોકેશનની વાત કરી હતી, એમ આસિસટન્ટ ઈન્સ્પેક્ટર સચિન માનેએ કહ્યું હતું.

mumbai police mumbai sexual crime nepal