મમતા દીદી મુંબઈના પ્રવાસે, ઉદ્ધવ ઠાકરે સાથે ન થઈ મુલાકાત, જાણો કારણ

30 November, 2021 06:48 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ નેતા મમતા બેનર્જી મંગળવારથી ત્રણ દિવસીય મુંબઈના પ્રવાસ પર છે.

મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા મમતા બેનર્જી (Mamata Banerjee)મંગળવારથી ત્રણ દિવસીય મુંબઈના પ્રવાસ પર છે. મમતા દીદીને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરવી હતી પરંતુ તે સંભવ થઈ શક્યુ નહી. જેનું કારણ દર્શાવતું  ટ્વિટ શિવસેના નેતા સંજય રાઉતે કર્યુ છે. 

ઉદ્ધવ અને મમતાની મુલાકાતને લઈ ચાલી રહેલી અટકળો વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે સ્પષ્ટતા આપી છે. રાઉતે ટ્વિટ કરી કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સ્વાસ્થ્યના કારણોસર મમતા બેનર્જીને મળી શક્યા નહીં.

તો બીજી બાજુ મમતા બેનર્જીએ કહ્યું કે હું પણ ઉદ્ધવ ઠાકરેને મળવા ઈચ્છતી હતી પરંતુ તાજેતરમાં જ તેમનું ઓપરેશન થયું છે. જો કે હું આદિત્ય ઠાકરેને મળીશ અને સિદ્ધિ વિનાયક મંદિર પણ જઈશ.

મમતા બેનર્જી ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને રાજ્ય પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે અને સંજય રાઉત સાથે મુલાકાત કરશે. તેમની આ મુલાકાત ટ્રાઈટેન્ડ હોટેલમાં થશે. ત્યાર બાદ એનસીપી નેતા શરદ પવાર સાથે મમતા દીદી બુધવારે મુલાકાત કરશે. 

મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મીડિયા સમક્ષ કહ્યું કે તે મુંબઈમાં young president organisation દ્વારા આયોજિત એક સમારોહમાં યુવા ઉદ્યોગપતિને મળશે અને તેમને બંગાળ બિઝનેસ સમિટ માટે આમંત્રિત કરશે.  

 

 

 

 

 

 

 

mumbai mumbai news mamata banerjee uddhav thackeray