વેસ્ટર્ન લાઇનમાં બાંદરા અને બાંદરા ટર્મિનસ વચ્ચે પાંચમી લાઇનને લઈને મેજર બ્લૉક

03 April, 2026 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્લૉકના આ સમય દરમ્યાન બધી જ ફાસ્ટ ટ્રેનો સાંતાક્રુઝથી મુંબઈ સેન્ટ્રલની વચ્ચે સ્લૉ ટ્રેક પર દોડશે.

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટર્ન લાઇનમાં બાંદરા અને બાંદરા ટર્મિનસ વચ્ચે પાંચમી લાઇનનું કામ કરવાનું હોવાથી શનિવારે રાતના ૧૦ વાગ્યાથી રવિવારે રાતના ૧૦ વાગ્યા સુધી ૨૪ કલાકનો મેજર બ્લૉક લેવામાં આવ્યો છે. આ બ્લૉક દરમ્યાન ખેરવાડી માર્કેટ જતા રોડનો ટ્રાફિક બંધ રાખવામાં આવશે. એ સિવાય રેગ્યુલર મેઇન્ટેનન્સ માટે મુંબઈ સેન્ટ્રલથી માહિમ વચ્ચે આવતા અને જતા એમ બન્ને ફાસ્ટ ટ્રૅક પર શનિવારે રાતે ૧૨.૧૫ વાગ્યાથી રવિવારે વહેલી સવારે ૪.૧૫ વાગ્યા સુધી જમ્બો બ્લૉક રાખવામાં આવ્યો છે. બ્લૉકના આ સમય દરમ્યાન બધી જ ફાસ્ટ ટ્રેનો સાંતાક્રુઝથી મુંબઈ સેન્ટ્રલની વચ્ચે સ્લૉ ટ્રેક પર દોડશે.

mumbai news mumbai western railway mumbai local train mega block bandra terminus bandra