Maharashtra: એક્સપ્રેસ ટ્રેનમાં બાથરૂમ ગઈ મહિલા, પછી મળ્યો મૃતદેહ

09 May, 2022 02:16 AM IST  |  Palghar | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુ રોડ રેલ્વે સ્ટેશન પર રવિવારે મહિલાનો મૃતદેહ મળ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

આત્મહત્યાના એક શંકાસ્પદ કિસ્સામાં, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુ રોડ રેલ્વે સ્ટેશન પર રવિવારે બપોરે એક 20 વર્ષીય મહિલાનો મૃતદેહ ગળામાં કપડાથી બાંધેલી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનના વોશરૂમની અંદરથી મળી આવ્યો હતો, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

મહિલા ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, જે બાંદ્રા ટ્રેન ટર્મિનસથી જમ્મુ તાવી જઈ રહી હતી. મુસાફરી શરૂ થયા પછી મહિલા વૉશરૂમમાં ગઈ, પરંતુ મુસાફરોએ પાછળથી અધિકારીઓને ધ્યાન દોર્યું કે તે લાંબા સમય સુધી તેની સીટ પર પાછી આવી ન હતી, જેના પગલે વૉશરૂમનો દરવાજો તોડવામાં આવ્યો અને અંદરથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. અધિકારીએ માહિતી આપી હતી.

“S4 કોચના મુસાફરોએ કહ્યું કે મહિલા વોશરૂમમાં ગઈ અને લાંબા સમય સુધી તેની સીટ પર પાછી ન આવી. દરવાજો ખટખટાવ્યા છતાં અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં. બાદમાં, ટિકિટ ચેકર અને મુસાફરોએ કોચના વૉશરૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે અંદરથી લૉક હોવાથી તે ખૂલ્યો નહીં.” અધિકારીએ કહ્યું.

ત્યાર બાદ ટ્રેનને લગભગ 1.10 વાગ્યાની આસપાસ દહાણુ રોડ રેલ્વે સ્ટેશન પર વિશેષ હોલ્ટ આપવામાં આવ્યો હતો, જેના પગલે ટ્રેનના કર્મચારીઓએ શૌચાલયનો દરવાજો ખોલ્યો અને મહિલા તેના ગળામાં કપડું બાંધેલી હાલતમાં જમીન પર પડી હતી. તે આત્મહત્યાનો શંકાસ્પદ કેસ છે. એમ અધિકારીએ ઉમેર્યું હતું.

તેની પાસેથી મળેલા તેના આધાર કાર્ડના આધારે તેની ઓળખ બિહારની રહેવાસી આરતી કુમારી તરીકે થઈ હતી. તેણીના મૃતદેહને દહાણુની કોટેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.

તેણીના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે તેણીના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ કરશે, અધિકારીએ જણાવ્યું હતું કે વધુ તપાસ ચાલી રહી છે.

mumbai mumbai news Crime News mumbai crime news palghar