Maharashtra: થાણે પોલીસે દેશમાં ગેરકાયદેસર રહેતા નવ બાંગ્લાદેશીઓની કરી ધરપકડ

20 November, 2021 05:56 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

થાણે ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે બાતમીના આધારે પોલીસે સરાવલીમાં અવની ટેક્સટાઈલ કંપની પર દરોડો પાડ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra)ની થાણે પોલીસ (Thane Police)એ નવ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ બાંગ્લાદેશીઓ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. પોલીસે તેમની ભિવંડીના સરાવલી ગામમાંથી ધરપકડ કરી હતી.

થાણે ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે બાતમીના આધારે પોલીસે સરાવલીમાં અવની ટેક્સટાઈલ કંપની પર દરોડો પાડ્યો હતો અને અહીંથી નવ બાંગ્લાદેશીઓને ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા તમામ બાંગ્લાદેશીઓની ઓળખ થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે આ તમામના નામ સલીમ અમીન શેખ અસગર, રસાલ અબુલ હસન, મોહમ્મદ શાઈન, મોહમ્મદ માસૂમ, તરુણ મણીરામ, સુમન મણીરામ, સ્માઈલ અબુ, આઝમ યુસુફ અને મોહમ્મદ અમીર છે.


પોલીસે જણાવ્યું કે મુખ્ય આરોપી અસગર છેલ્લા 16 વર્ષથી ભિવંડીમાં ગેરકાયદેસર રીતે રહે છે. આરોપ છે કે તે બાંગ્લાદેશથી લોકોને અહીં કામ કરવા માટે લાવતો હતો અને ગેરકાયદેસર રીતે અહીં વસાવતો હતો. પોલીસે જણાવ્યું કે તમામ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

thane mumbai news thane crime