મહારાષ્ટ્રને ફાટક-ફ્રી બનાવવાનો ટાર્ગેટ

09 June, 2026 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહા રેલના ૬૫ પ્રોજેક્ટને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બતાવી લીલી ઝંડી

‘મહા રેલ’ની બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય અધિકારીઓ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે મહા રેલ તરીકે ઓળખાતા મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશનની બેઠક યોજી હતી અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ૬૫ મહત્ત્વના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. મહારાષ્ટ્રને રેલવે લેવલ ક્રૉસિંગ એટલે કે રેલવે-ફાટકથી મુક્ત કરવાનું લક્ષ્ય હોવાનું દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.

મંજૂર થયેલા પ્રોજેક્ટમાં રેલવે ઓવરબ્રિજ, અન્ડરપાસ અને પૅસેન્જર માટે બ્રિજનો સમાવેશ છે. આખા મહારાષ્ટ્રમાં કનેક્ટિવિટી વધે અને વિસ્તારોનું શહેરીકરણ થાય એવા ઉદ્દેશથી બધા પ્રોજેક્ટને મંજૂરી અપાઈ હતી.

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ૨૫,૦૦૦થી એક લાખની રેન્જમાં ટ્રેન વ્હીકલ યુનિટ (TVU) ધરાવતા રસ્તાઓ પરના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. TVU મુખ્યત્વે રેલવે દ્વારા લેવલ ક્રૉસિંગ (LC) ગેટ પર ટ્રાફિકની ગીચતા માપવા માટે થાય છે. એની ગણતરી ૨૪ કલાકના સમયગાળામાં પસાર થતી ટ્રેનોની સંખ્યા મુજબ થાય છે.

કુલ પ્રસ્તાવિત ૧૩૧ પ્રોજેક્ટમાંથી ૬૫ પ્રોજેક્ટને મંજૂરી મળતાં મહા રેલ દ્વારા પબ્લિક વર્ક્સ ઍન્ડ અર્બન ડેવલપેમન્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ કામ શરૂ કરવામાં આવશે જેમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ના ૧૭ પ્રોજેક્ટનો સમાવેશ છે.

indian railways devendra fadnavis maharashtra news maharashtra mumbai mumbai news maharashtra government