નાગપુર જિલ્લામાં તીડનાં ટોળાંની ગતિવિધિ પર નજર

28 May, 2020 07:27 AM IST  |  Nagpur | Agencies

નાગપુર જિલ્લામાં તીડનાં ટોળાંની ગતિવિધિ પર નજર

તીડનાં ટોળાં

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કાટોલ અને પારસેઓની ખાતે છેલ્લા ચાર દિવસથી તીડોનાં ટોળાંનું આગમન થયું છે અને તેમના આગામી પ્રવાસની આગાહી કરવી મુશ્કેલ હોવા છતાં હવે આ ટોળાં રામટેક શહેર ભણી પ્રયાણ કરે એવી શક્યતા છે, એમ કૃષિ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

૧૭ કિલોમીટર સુધીના વિસ્તાર પર ફેલાયેલાં ટોળાં સૌપ્રથમ શનિવારે રાતે તથા રવિવારે વર્ધા જિલ્લાના આશ્તી તાલુકા અને નાગપુર જિલ્લાના કાટોલમાં ફેત્રી, ખાનગાંવનાં ખેતરોમાં પ્રવેશ્યાં હતાં, જ્યાં તેમણે નારંગીના પાકને તથા કેટલાક ભાગોમાં શાકભાજીનાં વાવેતરને નુકસાન પહોંચાડ્યું હતું અને પછી આ ટોળાં સોમવારે રાત્રે પારસેઓની તાલુકા તરફ આગળ વધ્યાં હતાં.

તીડની ગતિવિધિને ટ્રૅક કરવાની સાથે-સાથે અધિકારીઓ હવે ખેતરોમાંથી તીડને ભગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડિવિઝનલ જૉઇન્ટ ડિરેક્ટર ઑફ ઍગ્રિકલ્ચર રવિ ભોસલેએ જણાવ્યું હતું કે બુધવારે સવારે અધિકારીઓ સ્થળો પર દોડી ગયા હતા અને તીડની ગતિવિધિને ટ્રૅક કરવાનું શરૂ કર્યું હતું.

mumbai maharashtra nagpur