આ કચ્છી ગર્લને સો-સો સલામ, ટ્યુશન વગર ટેન્થમાં લાવી 91 ટકા

30 July, 2020 08:13 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

આ કચ્છી ગર્લને સો-સો સલામ, ટ્યુશન વગર ટેન્થમાં લાવી 91 ટકા

ટ્‍વિન્કલ ગોગરી

અંધેરીમાં રહેતી ટ્‍વિન્કલ ગોગરી ગઈ કાલે બપોરે જાહેર થયેલા SSC બોર્ડના પરિણામમાં ૯૧ ટકાએ ઉત્તિર્ણ થઈ હતી. ટ્‍વિન્કલ ગોગરીને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને સ્કૉલિયોસિસ ડિસીઝ હોવા છતાં પોતાના પર પૂરો ભરોસો રાખીને સ્કૂલે ગયા વિના, કોઈ ટીચરની મદદ વિના જાતે અભ્યાસ કરીને પોતાની મહેનતે સારા માર્ક્સ લાવી છે. ટ્‍વિન્કલનું રાઇટર બનવાનું સ્વપ્ન છે. પોતાની સફળતાનો શ્રેય ટ્વિન્કલે માતા-પિતાને આપ્યો હતો.

મને ભણવાની સાથે આર્ટ્સમાં પણ બહુ રસ છે, મને મારા ફ્રી ટાઇમમાં બુક રીડિંગ કરવી, ડ્રૉઇંગ કરવું બહુ ગમે છે એમ ટ્‍વિન્કલ ગોગરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું.

ટ્‍વિન્કલ ઘરે રહીને જાતે જ નિયમિત ધોરણે અભ્યાસ કરતી હતી, એમ કહેતાં ટ્‍વિન્કલનાં મમ્મી ભદ્રા ગોગરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાતમા ધોરણ સુધી ટ્‍વિન્કલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, એ પછી તેને સ્કૉલિયોસિસ ડિસીઝ વધી જવાથી તે અડધો કલાકથી વધુ બેસી શકતી નહોતી, આથી તેને સ્કૂલ પણ છોડવી પડી હતી. સ્કૂલમાં હંમેશાં તે ટૉપર આવતી હતી, તેણે ઘણા બધા મૅડલ પણ મેળવ્યા છે.’

મને મારાં મમ્મી-પપ્પાએ હંમેશાં સપોર્ટ કર્યો છે. હું સ્ટુડન્ટ્સને એ જ મેસેજ આપીશ કે ક્યારેય આપણે ગિવ-અપ કરવું ન જોઈએ અને હંમેશાં પોતાનું બેસ્ટ આપવું જોઈએ અને પોતાના પર પૂરો વિશ્વાસ રાખવો જોઈએ.
- ટ્‍વિન્કલ ગોગરી

mumbai mumbai news maharashtra urvi shah-mestry