આવી શકે છે કોરોનાની ત્રીજી વેક્સિન, જૂનમાં થશે લૉન્ચ: અદાર પૂનાવાલા

30 January, 2021 05:03 PM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

આવી શકે છે કોરોનાની ત્રીજી વેક્સિન, જૂનમાં થશે લૉન્ચ: અદાર પૂનાવાલા

અદાર પૂનાવાલા

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ()એ કોરોનાની હજી એક વેક્સિન તૈયાર કરી છે. એસઆઈઆઈની આ વેક્સિનનું ટ્રાયલ પણ ચાલી રહ્યું છે. આ દરમિયાન સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ શનિવારે કહ્યું કે તેમની કંપનીએ હજી એક COVID-19 વેક્સિનને ટ્રાયલ કરવા માટે અરજી કરી છે અને તેને જૂન 2021 સુધી એને લૉન્ચ કરવાની સંભાવના છે. એસઆઈઆઈની આ જે વેક્સિન છે એનું નામ Novavax છે.

ટ્વિટર પર એક ટ્વિટ દ્વારા પૂનાવાલાએ કહ્યું કે Novavax સાથે અમારી ભાગીદારી ઘણી સારી રહી છે અને તેના સારા પરિણામ દેખાઈ રહ્યા છે. ભારતમાં એની ટ્રાયલને લઈને અમે અરજી કરી છે. અપેક્ષા છે કે એને જૂન 2021 સુધી લૉન્ચ કરવામાં આવશે. એના સાથે જ તેમણે કહ્યું કે જો આ વેક્સિનને મંજૂરી મળે છે તો આ દેશની ત્રીજી વેક્સિન રહેશે.

જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરીથી દેશમાં કોરોનાનું રસીકરણ અભિયાન શરૂ થયું છે. લગભગ 3 કરોડ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્ક્સને પ્રાથમિકતા સાથે આ રસીકરણ વિશ્વનું સૌથી મોટું અભિયાન છે.

ઑક્સફૉર્ડ યૂનિવર્સિટી અને બ્રિટિશ-સ્વીડિશ કંપની AstraZeneca દ્વારા સહ-વિકસિતની ફર્મ કોવિશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન પહેલા જ કરવામાં આવી ચૂક્યું છે. કોરોના રસીકરણ માટે કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ વેક્સિસના 11 મિલિયન ડૉઝ ખરીદ્યા છે.

pune pune news coronavirus covid19 maharashtra