પુણેની હાઉસિંગ સોસાયટીએ ક્લબ હાઉસને આઇસોલેશન યુનિટમાં રૂપાંતરિત કર્યું

21 July, 2020 07:30 AM IST  |  Pune | Agencies

પુણેની હાઉસિંગ સોસાયટીએ ક્લબ હાઉસને આઇસોલેશન યુનિટમાં રૂપાંતરિત કર્યું

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રની હૉસ્પિટલોમાં કોવિડ-19ના દરદીઓ માટે બેડની તંગીના અહેવાલો વચ્ચે એક હાઉસિંગ સોસાયટીએ તેના ક્લબ હાઉસને આઇસોલેશન સુવિધામાં રૂપાંતરિત કર્યું છે.

કોથરૂડ વિસ્તારમાં આવેલી સિગ્મા વન હાઉસિંગ સોસાયટીની સુવિધામાં છ બેડ, એક ઑક્સિજન સિલિન્ડર અને કૉન્સન્ટ્રેટર, સાઇડ ટેબલ્સ, વ્હીલ-ચૅર્સ અને દવાઓ રાખવામાં આવ્યાં છે.

આ હાઉસિંગ કૉમ્પ્લેક્સના રહેવાસી તથા ઈએનટી સર્જ્યન ડૉ. અભિજિત મંત્રીએ આ વિચાર રજૂ કર્યો એના ફક્ત ચાર દિવસમાં જ સોસાયટીના સભ્યોએ જરૂરી વ્યવસ્થા ઊભી કરી દીધી હતી.

આ પણ વાંચો : મુંબઈ: બાંદરામાં તલવારથી બર્થ-ડે કેક કાપનાર યુવકની ધરપકડ

આ સુવિધામાં જરૂર પડ્યે સોસાયટીના સભ્યો તથા ઑફિસ-બેરર્સને સેવા પૂરી પાડવામાં આવશે.

ડૉ. મંત્રીએ સોમવારે જણાવ્યું હતું કે કોવિડ-19ના દરદીઓ હૉસ્પિટલમાં બેડ શોધવા માટે સંઘર્ષનો અનુભવ કરી રહ્યા હોવાના અહેવાલોને પગલે તેમને આ વિચાર સ્ફૂર્યો હતો.

mumbai mumbai news maharashtra pune pune news coronavirus covid19 lockdown