સર્વોચ્ચ અદાલતના મરાઠા અનામત વિશેના ચુકાદા સામે વિરોધ-પ્રદર્શન

10 May, 2021 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મરાઠા સમુદાયને અનામતની જોગવાઈ રદ કરતા સર્વોચ્ચ અદાલતના ચુકાદાના વિરોધમાં થાણે જિલ્લાના દિવા ખાતે દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

મરાઠા સમુદાયને અનામતની જોગવાઈ રદ કરતા સર્વોચ્ચ અદાલતના ચુકાદાના વિરોધમાં થાણે જિલ્લાના દિવા ખાતે દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દિવાના છત્રપતિ શિવાજી મહારાજ ચોકમાં ભારતીય મરાઠા સંઘના ડઝનેક હોદ્દેદારો માથે મુંડન કરાવીને બૅનર્સ હાથમાં લઈને બેઠા હતા અને મરાઠા આરક્ષણની તરફેણમાં સૂત્રોચ્ચાર કરતા હતા. મરાઠા સંઘના નેતાઓએ ભાષણમાં મહા વિકાસ આઘાડી સરકાર અને વિરોધ પક્ષો પર પ્રહાર કર્યા હતા. 

ભારતીય મરાઠા સંઘના નેતાઓએ શાસક અને વિપક્ષી રાજકારણીઓ પર મરાઠા સમુદાયને અધવચ્ચે રખડાવવાનો આરોપ મૂક્યો હતો. મરાઠા સંઘના નેતાઓએ આરક્ષણ ફરી લાગુ કરવાની માગણીનું આંદોલન રસ્તા પર કરવા અને જો અનામતની જોગવાઈ યથાવત્ કરવામાં ન આવે તો વિધાનસભ્યો તથા સંસદસભ્યોને બહાર ખુલ્લામાં ફરવા નહીં દેવાની ચીમકી આપી હતી.

mumbai mumbai news supreme court maharashtra