‘હિંમત હોય તો...’ : રાહુલ નાર્વેકરે ઉદ્ધવ ઠાકરે સામે ફેંક્યો મોટો પડકાર

30 January, 2024 06:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નાર્વેકરને પક્ષપલટા વિરોધી કાયદાની સમીક્ષા માટે રચાયેલી સમિતિના વડા બનાવ્યા હતા, ત્યારબાદ ઠાકરેએ નાર્વેકરની ટીકા કરી હતી

રાહુલ નાર્વેકરની ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું કે, જો શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)માં હિંમત હોય તો તે જણાવે કે શિવસેનાના ધારાસભ્યો (Maharashtra Politics) સંબંધિત ગેરલાયકાતની અરજી પરના તેમના નિર્ણયમાં શું ગેરકાયદેસર હતું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નાર્વેકરને પક્ષપલટા વિરોધી કાયદાની સમીક્ષા માટે રચાયેલી સમિતિના વડા બનાવ્યા હતા, ત્યારબાદ ઠાકરેએ નાર્વેકરની ટીકા કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ નિશાન સાધ્યું

ઠાકરે (Maharashtra Politics)એ પ્રશ્ન કર્યો હતો કે, શું આ પગલું દેશમાં ‘લોકશાહીને સમાપ્ત કરવા તરફનું આગલું પગલું’ છે, જ્યારે તેમના પુત્ર અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ કટાક્ષ કર્યો હતો કે નાર્વેકરને સમિતિના નેતૃત્વનું કામ સોંપવું જોઈએ. તેથી તેમને સોંપવામાં આવી નથી કારણ કે તેમની પાસે પાંચ વર્ષના સમયગાળામાં ત્રણ પક્ષોમાં જોડાવાનો અનુભવ છે.

રાહુલ નાર્વેકરના નિર્ણય પર ઉદ્ધવ જૂથનું નિવેદન

શિવસેના (UBT) રાજ્યસભાના સભ્ય સંજય રાઉત અને શરદ પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડે પણ નાર્વેકર (Rahul Narwekar)ને આ સમિતિના વડા બનાવવાના પગલાની ટીકા કરી હતી. નાર્વેકરે તેના જવાબમાં કહ્યું કે, “મારી વિરુદ્ધ અંગત ટિપ્પણી કરવાને બદલે, ઉદ્ધવજી અને આવ્હાડમાં મારા નિર્ણયમાં (અયોગ્યતાની અરજીઓ પર) શું ગેરકાયદેસર છે તે સાબિત કરવાની હિંમત નથી. સંજય રાઉતને લઈને હિંમતનો સવાલ જ નથી.”

એકનાથ શિંદે જૂથને વાસ્તવિક શિવસેના ગણાવી

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પોતાના નિર્ણયમાં શિંદે જૂથને અસલી શિવસેના ગણાવી હતી. આ નિર્ણય ઉદ્ધવ ઠાકરે જૂથ માટે મોટો ફટકો હતો. આ નિર્ણય બાદ ઉદ્ધવ જૂથે નાર્વેકર પર જોરદાર નિશાન સાધ્યું હતું અને તેમના પરિણામ પર સવાલો ઉઠાવ્યા હતા. હવે આ પહેલીવાર છે જ્યારે રાહુલ નાર્વેકરે ખુલ્લેઆમ શિવસેના (UBT)ને પ્રશ્ન પૂછ્યો છે.

ઉદ્ધવ ઠાકરે જૂથ મુંબઈની ચાર લોકસભા બેઠક લડશે

કૉન્ગ્રેસ, એનસીપી અને શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સમાવેશવાળી મહાવિકાસ આઘાડીના નેતાઓની ગઈ કાલે બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીમાં બેઠક વહેંચણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ઉદ્ધવ ઠાકરે જૂથને સૌથી વધુ, એ પછી કૉન્ગ્રેસ અને સૌથી ઓછી બેઠક શરદ પવાર જૂથને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈની વાત કરીએ તો અહીંની છ લોકસભા બેઠકમાંથી ઉદ્ધવ ઠાકરે જૂથને ચાર બેઠક ફાળવવામાં આવશે. દક્ષિણ મુંબઈ, દક્ષિણ-મધ્ય મુંબઈ, ઉત્તર-પશ્ચિમ મુંબઈ અને ઈશાન્ય મુંબઈની લોકસભા બેઠકોમાં ઉદ્ધવ ઠાકરે જૂથ ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. ગઈ કાલની મહાવિકાસ આઘાડીની બેઠકમાં વંચિત બહુજન આઘાડી અને સ્વાભિમાની શેતકરી સંગઠનને ૧-૧ લોકસભા બેઠક આપવામાં આવશે. આ બેઠકો ઉદ્વવ ઠાકરે જૂથના ક્વોટામાંથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

uddhav thackeray shiv sena maharashtra political crisis maharashtra news maharashtra