Maharashtraમાં રાજનૈતિક સંકટ, ફ્લૉર ટેસ્ટ વિરુદ્ધ સાંજે 5 વાગ્યે SCમાં સુનાવણી

29 June, 2022 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર સરકારને કાલે એટલે કે 30 જૂને ફ્લૉર ટેસ્ટનો સામનો કરવાનો રહેશે. તો શિવસેનાએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કૉર્ટમાં અરજી દાખલ કરી છે. શિવસેનાએ ફ્લૉર ટેસ્ટના નિર્ણયને કૉર્ટમાં પડકાર્યો છે.

સુનીલ પ્રભુ (ફાઈલ તસવીર)

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા રાજનૈતિક સંકટ વચ્ચે કાલે મહારાષ્ટ્ર સરકાર માટે કાલે પરીક્ષાનો સમય છે. હકિકતે, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ 30 જૂનના વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું છે. આ વિશેષ સત્રમાં સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા વચ્ચે ફ્લોર ટેસ્ટ થશે. મહા વિકાસ આઘાડી સરકારને આ દરમિયાન બહુમત સાબિત કરવાનું રહેશે.

સુનાવણી માટે તૈયાર સુપ્રીમ કૉર્ટ
તો, રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ શિવસેના સુપ્રીમ કૉર્ટ તરફ વળી છે. શિવસેનાના ચીફ વ્હિપ સુનીલ પ્રભુએ સુપ્રીમ કૉર્ટમાં અરજી દાખલ કરી છે. સુપ્રીમ કૉર્ટમાં અરજી પર સુનાવણી માટે તૈયાર છે. આજે સાંજે 5 વાગ્યે આ મામલે સુનાવણી થશે. શિવસેના તરફથી વરિષ્ઠ અધિવક્તા અભિષેક મનુ સિંધવી સરકારનો પક્ષ મુકશે.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ એક ગેરકાયદેસર ગતિવિધિ છે કારણકે અમારા 16 વિધેયકોની અયોગ્યતાનો મામલો સુપ્રીમ કૉર્ટમાં છે. સંવિધાનના ધજાગરાં ઉડાડવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ માત્ર આ સમયની જ રાહ જોઈ રહ્યા હતા.

સતત બેઠકો ચાલુ
રાજ્યપાલના ફ્લોર ટેસ્ટ કરાવવાના આદેશ પછી બેઠકોનો સિલસિલો જળવાયેલો છે. એનસીપી ચીફ શરદ પવારના ઘરે પાર્ટી નેતાઓની બેઠક થઈ. તો, પૂર્વ સીએમ અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે પાર્ટી નેતાઓની બેઠક બોલાવી.

રાજ્યપાલે આપ્યો ફ્લોર ટેસ્ટના આપ્યા આદેશ
જણાવવાનું કે બુધવારે સવારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ગુરુવારે ફ્લૉર ટેસ્ટના આદેશ આપ્યા છે. તેમણે વિધાનસભા સચિવને એક પત્ર લખ્યું છે. આ પહેલા મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે 8 નિર્દળીય વિધેયકોની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલને એક પત્ર સોંપ્યો હતો જેમાં તત્કાલ ફ્લૉર ટેસ્ટની માગ કરી હતી.

બધા બળવાખોર વિધેયકો સાથે મુંબઈ પહોંચશે એકનાથ શિંદે
એકનાથ શિંદે બધા બળવાખોર વિધેયકો સાથે 30 જૂનના મુંબઈ પહોંચશે. શિંદેએ બુધવારે સવારે અન્ય વિધેયકો સાથે ગુવાહાટીમાં સ્થિત કામાખ્યા દેવી મંદિરમાં પૂજા કરી. મંદિરમાંથી નીકળ્યા પછી તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું, "હું અહીં મહારાષ્ટ્રની શાંતિ અને ખુશી માટે પ્રાર્થના કરવા આવ્યો છું. ફ્લૉર ટટેસ્ટ માટે કાલે મુંબઈ જઈશ અને બધી પ્રક્રિયાનું પાલન કરીશ."

ગોવાની હોટલમાં રોકાશે બળવાખોર વિધેયક- સૂત્રો
એએનઆઇએ સૂત્રોના હવાલે મોટી માહિતી આપી છે. સૂત્રો પ્રમાણે, મહારાષ્ટ્રના બળવાખોર વિધેયકો આજે ગોવા રવાના થશે. આ માટે તાજ રિસૉર્ટ એન્ડ કન્વેન્શન સેંટર ગોવામાં 70 રૂમ્સ બુક કરવામાં આવ્યા છે. બળવાખોર વિધેયકો કાલે મુંબઈ માટે રવાના થશે અને સીધા મહારાષ્ટ્ર વિધાનસભા જશે. સૂત્રો પ્રમાણે બીજેપીએ પોતાના વિધેયકોને આજે સાંજે મુંબઈના તાજ પ્રેસિડેન્ટ હોટલમાં એકઠા થવાના નિર્દેશ આપ્યા છે.

maharashtra shiv sena national news supreme court