Maharashtra: ઘોડાએ કર્યા ઘાયલ, 12 લોકો પર હુમલો કરી વૃદ્ધ દંપતિને ભર્યુ બચકું

19 March, 2024 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra: છત્રપતિ સંભાજીનગરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ઘોડને કારણે નાચભાગ મચી હતી. આ ઘોડાએ વૃદ્ધ દંપતી સહિત પાંચથી છ લોકો પર હુમલો કરી બચકું ભર્યુ હતું. 

પ્રતીકાત્મક તસવીર

Maharashtra: અત્યાર સુધી આપણે ગુસ્સે થયેલા કૂતરા કે વાંદરાઓના માનવ પર હુમલો કરવાના અને કરડવાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા કે જોયા છે. પરંતુ છત્રપતિ સંભાજીનગરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ઘોડને કારણે નાચભાગ મચી હતી. આ ઘોડાએ વૃદ્ધ દંપતી સહિત પાંચથી છ લોકો પર હુમલો કરી બચકું ભર્યુ હતું. 

આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. નરહરી ગાયકવાડ, સુમનબાઈ નરહરી ગાયકવાડ (વડવાળી શિવાર) ઘોડાના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ દંપતીના નામ છે અને અન્યના નામ જાણી શકાયા નથી. જોકે, આ ઘટનાઓ બાદ વિસ્તારના નાગરિકો ભયભીત છે.

નરહરિ ગાયકવાડ તેમના પરિવાર સાથે વડાવલી શિવરાના પાંડુરંગ નગરમાં રહે છે. શુક્રવારે તેઓ અને તેમની પત્ની સુમનબાઈ ઘરે હતા ત્યારે એક વૃદ્ધ દંપતી પર રખડતાં ઘોડાએ હુમલો કર્યો હતો. ઘોડાએ બંનેને બચકું ભર્યુ હતું. આ ઘટનામાં બંને ગંભીર રીતે ઘાયલ છે. પછી આ ઘોડો બીજા વિસ્તારમાં ગયો હતો. ત્યાં પણ તેણે પાંચથી છ લોકોને ડંખ માર્યા હતા.

આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ગાયકવાડ દંપતિને ગ્રામજનો દ્વારા પેઠણની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તબીબી અધિકારીઓએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સંભાજીનગરની ઘાટી હોસ્પિટલમાં મોકલી આપી છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં અથડામણં થયું હતું. મંગળવારે એટલે કે આજે સવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એક મોટું એન્કાઉન્ટર થયું હતું. મહારાષ્ટ્ર પોલીસને નક્સલવાદીઓ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે અને એન્કાઉન્ટર દરમિયાન 4 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર પોલીસને બાતમી મળી હતી કે લોકસભા ચૂંટણીમાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે એક મોટું નક્સલવાદી જૂથ ગઢચિરોલીના જંગલોમાં છુપાયેલું છે.

આ માહિતી બાદ મહારાષ્ટ્ર પોલીસના વિશેષ C-60 કમાન્ડો અને CRPF કમાન્ડોએ જંગલ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું. નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ લાંબા સમય સુધી ચાલુ રહી. બાદમાં પોલીસે ઘટનાસ્થળેથી 4 નક્સલીઓના મૃતદેહ કબજે કર્યા હતા. આ દરમિયાન પોલીસે નક્સલવાદીઓ પાસેથી એકે 47 રાઈફલ સહિત અનેક હથિયારો પણ જપ્ત કર્યા છે.

 
maharashtra news mumbai news aurangabad gujarati mid-day