નાગપુર: પાંચ જણને મારનાર તાડોબાની શિકારી વાઘણનું મોત

23 June, 2020 11:29 AM IST  |  Nagpur | Agencies

નાગપુર: પાંચ જણને મારનાર તાડોબાની શિકારી વાઘણનું મોત

વાઘ

તાડોબા અંધારી રિઝર્વમાં તેમ જ એની આસપાસના વિસ્તારોમાં જુદી-જુદી ઘટનાઓમાં પાંચ જણને માર્યા બાદ ૧૦ જૂને વાઘણને પકડીને ગઈ કાલે અહીંના ગોરવાડા બચાવ કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી જ્યાં એનું મૃત્યુ થયું હોવાનું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

અહીંથી આશરે ૧૪૦ કિલોમીટર દૂર આવેલા ચંદ્રપુર જિલ્લામાં ટીટીઆરની આજુબાજુમાં ખસેડાયેલી અને ફેબ્રુઆરી અને જૂન વચ્ચે કોલારા, બામગાંવ અને સતારા ગામમાં પાંચ જણને મારનારી આ વાઘણ કેટી-1ને કોલારા વન વિસ્તારની નજીકમાંથી પકડવામાં આવી હતી. છેલ્લી ઘટના ચાલુ મહિનાની છઠ્ઠી તારીખે નોંધાઈ હતી એમ તેમણે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડને આઠમી જૂને એના કબજામાં લેવાની મંજૂરી આપી હતી અને ૧૦ જૂને ટ્રાન્ક્વ‌લાઇઝર આપીને એને શાંત કરીને ૧૧ જૂને એને નાગપુરના ગોરેવાડા બચાવ કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી જ્યાં ગઈ કાલે એનું મૃત્યુ થયું હતું એમ જણાવતાં અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે આ વાઘણ કેટી-1ના મોતની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

nagpur maharashtra